World

યુદ્ધ રોકવું હોય તો શરત સ્વીકારવી પડશે... ઈરાનને એક તક આપવાની ટ્રમ્પની તૈયારી

By GS TEAM
17 Jun 20253 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલા G7 શિખર સંમેલનને અધવચ્ચે છોડીને પરત જતા રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું યુદ્ધવિરામ કરાવવા જઈ રહ્યો નથી, પરંતુ કંઈક મોટું કરવા જઈ રહ્યો છું. અમેરિકાએ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકાવવા માટે અનેક વખત વાતચીત કરવાનો પ્રસ્તાવ અને પ્રયાસ કર્યો છે, જોકે હજુ સુધી તેમાં સફળતા મળી નથી. આવી સ્થિતિમાં ટ્રમ્પ ઇઝરાયલી હુમલાનો સામનો કરી રહેલા ઈરાનને છેલ્લી તકની ઓફર કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ રોકવું હોય તો શરત સ્વીકારવી પડશે... ઈરાનને એક તક આપવાની ટ્રમ્પની તૈયારી

US President Donald Trump's Offer To Iran : મધ્ય પૂર્વમાં ભારે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલા G7 શિખર સંમેલનને અધવચ્ચે છોડીને પરત જતા રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું યુદ્ધવિરામ કરાવવા જઈ રહ્યો નથી, પરંતુ કંઈક મોટું કરવા જઈ રહ્યો છું. અમેરિકાએ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અટકાવવા માટે અનેક વખત વાતચીત કરવાનો પ્રસ્તાવ અને પ્રયાસ કર્યો છે, જોકે હજુ સુધી તેમાં સફળતા મળી નથી. આવી સ્થિતિમાં ટ્રમ્પ ઇઝરાયલી હુમલાનો સામનો કરી રહેલા ઈરાનને છેલ્લી તકની ઓફર કરી શકે છે.

શરતો સાથે ઈરાનને છેલ્લી તક મળી

‘ધ જેરુસલેમ પોસ્ટ’માં એર અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, અમેરિકાએ ઈરાન સમક્ષ લગભગ 20 દિવસ પહેલાં પ્રસ્તાવ મૂક્યો હતો, જોકે નવી ઓફર તેના કરતાં વધુ સારી હોઈ શકે છે. સંભાવના એવી છે કે, અમેરિકા ઝીરો યુરેનિયમ એનરિચમેન્ટ સિદ્ધાંત પર આધારિત પ્રસ્તાવ મૂકી શકે છે. અમેરિકાનું કહેવું છે કે, જો ઈરાને યુદ્ધ અટકાવું હોય તો તેણે અમારી આ શરતો માનવી જ પડશે.

ઈરાન ગભરાયું, અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર

બીજી તરફ ઇઝરાયલના હુમલાથી ગભરાયેલું ઈરાન અમેરિકા સાથે પરમાણુ ડીલ પર વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયું છે. આ માટે ઈરાને ટ્રમ્પ તંત્ર સાથે મધ્યસ્થતા કરવા માટે ઓમાન અને કતારનો સંપર્ક કર્યો હતો. ટ્રમ્પે સોમવારે પુષ્ટિ કરી હતી કે, ઇઝરાયેલના હુમલા અટકાવવા માટે ઈરાને અમેરિકાનો સંપર્ક કર્યો છે. તેમણે કેનેડામાં કહ્યું છે કે, આ યુદ્ધ ઈરાન નહીં જીતી શકે, તેથી તેણે વિલંબ કર્યા વગર વાતચીત કરવી જોઈએ.

આ પણ વાંચો : ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ક્રૂડ ઓઇલના ભાવ જ નહીં, ભારત પર થશે આ 5 અસર

બેન્જામિનનો ઈરાન પર ગંભીર આક્ષેપ

જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Israel PM Benjamin Netanyahu)ને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે, ઈરાન યુદ્ધવિરામ માટે પ્રયાસો કરી રહ્યું છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘આમાં કોઈ આશ્ચર્યની વાત નથી, તેઓ અમેરિકા સાથે પરમાણુ ડીલ પર વાતચીત કરવા તૈયાર હોવાની ખોટી વાર્તા કરતાં રહે છે. ખોટું બોલવું, દગો દેવો અને અમેરિકાને પોતાની સાથે ખેંચી લાવવા ઈરાનનું કામ છે. આ અંગે અમારી પાસે ચોક્કસ ગુપ્ત માહિતી છે.’

ઇઝરાયલે 20 ટોપ કમાન્ડર માર્યા

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના મતે, વરિષ્ઠ સૈન્ય કમાન્ડર પૈકી એક અલી શાદમાની ઈરાનના સશસ્ત્ર સેનાના ઈમરજન્સી કમાન્ડ અને ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના કમાન્ડર હતા. તેઓ ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઈરાનની સેનાનું નેતૃત્વ કરતા હતા. ઇઝરાયલ વિરુદ્ધ ઈરાનની યુદ્ધ યોજનાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હતા. હાલમાં જ તેમની નિમણૂક થઈ હતી. ઇઝરાયલે 13 જૂને ઓપરેશન રાઇઝિંગ લાયન હાથ ધરી હુમલામાં ઈરાનના પૂર્વ મેજર જનરલ ગોલામ અલી રાશિદને માર્યા હતા. ઇઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવી કરવામાં આવેલા હુમલામાં ઈરાનની સેનાને મોટો ઝટકો વાગ્યો છે. ઈરાનના 20 ટોપ કમાન્ડર માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી APના અહેવાલ મુજબ છેલ્લા પાંચ દિવસમાં ઇઝરાયલના હુમલામાં ઈરાનના 400 લોકોના મોત થયા છે. 

આ પણ વાંચો : કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા