Get The App

ઈઝરાયલી હુમલામાં હમાસ-કતારને મોટું નુકસાન, અમેરિકાએ કહ્યું - 'અમે સાવચેત કર્યા હતા!'

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલી હુમલામાં હમાસ-કતારને મોટું નુકસાન, અમેરિકાએ કહ્યું - 'અમે સાવચેત કર્યા હતા!' 1 - image


Israel-Hamas War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે તેમણે કતરમાં હમાસ વાટાઘાટકારો પર ઈઝરાયલના હુમલાની અગાઉથી જાણ કરવામાં આવી હતી પરંતુ તેમણે આ નિર્ણયથી અસંમતિ વ્યક્ત કરી હતી. મંગળવારે (9 સપ્ટેમ્બર)  કતરની રાજધાની દોહામાં એક રાજકીય વાટાઘાટોને નિશાનો બનાવ્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે. 

યુદ્ધવિરામ વાટાઘાટોનું મુખ્ય કેન્દ્ર રહ્યું કતર

ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા સમર્થિત યુદ્ધવિરામ વાટાઘાટોમાં કતર મુખ્ય મધ્યસ્થી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, અમેરિકાને આ હુમલાની જાણ કરવામાં આવી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રને અમેરિકન સૈન્ય દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઈઝરાયલ હમાસ પર હુમલો કરી રહ્યું છે, જે કમનસીબે દોહાના એક વિસ્તારમાં હાજર હતું. કતર જેવા સાર્વભૌમ દેશ અને અમેરિકાના નજીકના સાથી પર એકપક્ષીય બોમ્બમારો કરવો એ ઈઝરાયલ કે અમેરિકાના હિતમાં નથી, જે શાંતિ સ્થાપિત કરવા માટે અમારી સાથે સખત મહેનત કરી રહ્યું છે અને જોખમ લઈ રહ્યું છે. જોકે, ગાઝાના લોકોના દુઃખથી લાભ મેળવનાર હમાસને ખતમ કરવો એ ચોક્કસપણે એક સાચો હેતુ છે.'

આ પણ વાંચોઃ નેપાળને સળગતું મૂકી ક્યાં ભાગી ગયા PM ઓલી? દેખાવકારો બેકાબૂ

ટ્રમ્પે કતર સરકારને આપી ચેતવણી

લેવિટે કહ્યું કે, ટ્રમ્પે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફને કતર સરકારને 'હુમલા વિશે પૂર્વ-માહિતી' આપવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રમ્પે હુમલા પછી ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે કોઈ કાર્યવાહીની ધમકી આપી હતી કે નહીં તે જણાવ્યું ન હતું. ટ્રમ્પ માને છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના શાંતિનો અવસર પણ બની શકે છે.

માંડ-માંડ બચી હમાસની ટીમ

હમાસે દાવો કર્યો હતો કે, હુમલામાં તેના પાંચ સભ્યોના મોત થયા હતા, પરંતુ તેની મુખ્ય વાટાઘાટ કરનારી ટીમ બચી ગઈ હતી. મૃતકોમાં એક કતરનો સુરક્ષા અધિકારી પણ હતો, જેની પુષ્ટિ કતરના ગૃહ મંત્રાલયે કરી હતી. કતરના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીએ આ હુમલાની નિંદા કરતા તેને 'કાયરતા' ગણાવ્યું અને કહ્યું કે, ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ હુમલો કતરના નાગરિકો માટે ગંભીર ખતરો છે.

હુમલાની 10 મિનિટ બાદ મળી ચેતવમી

કતરના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ-થાનીએ મંગળવારે (9 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મધ્યસ્થી પ્રયાસો કતરની ઓળખનો ભાગ છે અને આ ભૂમિકામાં કંઈપણ અવરોધ લાવી શકે નહીં. હુમલો શરૂ થયાના 10 મિનિટ વીતી ગયા પછી અમેરિકન અધિકારીઓએ કતરને હુમલા વિશે પહેલી ચેતવણી આપી હતી. આ એક વિશ્વાસઘાતી હુમલો હતો.

યુદ્ધવિરામની વાટાઘાટો બનશે અઘરી

સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત જેવા મુખ્ય પ્રાદેશિક દેશો દ્વારા પણ આ હુમલાની નિંદા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ હુમલો ગાઝામાં યુદ્ધવિરામ વાટાઘાટો અને ઇઝરાયલ-હમાસ વચ્ચેના લગભગ બે વર્ષ જૂના સંઘર્ષને વાટાઘાટો દ્વારા સમાપ્ત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને પાટા પરથી ઉતારી શકે છે.

આ પણ વાંચોઃ નેપાળમાં દેખાવકારો વચ્ચે હથિયારધારી ક્યાંથી ઘૂસ્યાં, આ લોકો કોણ હતા? જાણો હવે કોની સત્તા?

કતર અમેરિકાનો મુખ્ય સુરક્ષા ભાગીદાર છે અને અલ-ઉદેદ એર બેઝનું ઘર છે, જે મધ્ય પૂર્વમાં સૌથી મોટું અમેરિકન લશ્કરી મથક છે. કતર, ઇજિપ્ત સાથે, ગાઝામાં યુદ્ધવિરામ વાટાઘાટોમાં મધ્યસ્થી રહ્યું છે, જોકે હવે આ લક્ષ્ય વધુ મુશ્કેલ બની રહ્યું છે.

ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પે હમાસ વાટાઘાટકારોને નવા યુદ્ધવિરામ કરાર અંગે ચેતવણી આપ્યાના થોડા દિવસ પછી જ આ હુમલો કરવામાં આવ્યો. અમેરિકા વાટાઘાટોમાં વિલંબ માટે સતત હમાસને દોષી ઠેરવી રહ્યું છે, જ્યારે ઈઝરાયલ પર વારંવાર વાટાઘાટોને પાટા પરથી ઉતારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

રવિવારે (7 સપ્ટેમ્બર) ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, 'ઈઝરાયલે મારી શરતો સ્વીકારી લીધી છે. હવે હમાસ માટે પણ સંમત થવાનો સમય આવી ગયો છે. મેં હમાસને પરિણામો વિશે ચેતવણી આપી છે અને આ મારી છેલ્લી ચેતવણી છે.'

Tags :