World

'યુદ્ધમાં જે નુકસાન થયું એની ભરપાઈ ઈઝરાયલ કરે, મેં એને ઈરાનથી બચાવ્યું...', ટ્રમ્પે એહસાન જતાવ્યું

By GS Team
10 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે CBS ન્યૂઝના '60 મિનિટ્સ' કાર્યક્રમમાં ઇન્ટરવ્યુ આપતી વખતે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે જો અમેરિકાએ ઈરાન સામે સમયસર પગલાં ન લીધા હોત તો ઈઝરાયલ નકશા પરથી ભૂસાઈ ગયું હોત. તેમણે ઇઝરાયલ સહિત અમેરિકાએ સુરક્ષા પૂરી પાડેલા દેશોને યુદ્ધ ખર્ચ ભરપાઈ કરવાની તાકીદ કરી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ટ્રમ્પના મતે ઈરાન સાથેનું યુદ્ધ હવે લગભગ પૂરું થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'યુદ્ધમાં જે નુકસાન થયું એની ભરપાઈ ઈઝરાયલ કરે, મેં એને ઈરાનથી બચાવ્યું...', ટ્રમ્પે એહસાન જતાવ્યું

Donald Trump on Israel and Iran War | અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ પૂર્વ કે વર્તમાન રાજકીય સમીકરણો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને મિડલ ઈસ્ટને લઈને એક અત્યંત વિવાદાસ્પદ અને મોટું નિવેદન આપ્યું છે. સીબીએસ ન્યૂઝના '60 મિનિટ્સ' કાર્યક્રમમાં ઇન્ટરવ્યુ આપતી વખતે ટ્રમ્પે ખુલ્લેઆમ પોતાનો એહસાન જતાવતા દાવો કર્યો હતો કે જો અમેરિકા અને ખુદ તેમણે ઈરાન સામે સમયસર પગલાં ન લીધા હોત, તો ઈઝરાયલનો નાશ થઈ ગયો હોત અને તે નકશા પરથી પણ ભૂસાઈ ગયું હોત. એટલું જ નહીં, ટ્રમ્પે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે ઈરાન સાથેના આ યુદ્ધમાં અમેરિકાને જે પણ આર્થિક અને લશ્કરી નુકસાન થયું છે, તેની ભરપાઈ એ દેશોએ કરવી પડશે જેમને અમેરિકાએ સુરક્ષા પૂરી પાડી છે, જેમાં ઈઝરાયલ પણ સામેલ છે.

અમેરિકન વહીવટીતંત્રે અગાઉ જૂન 2025 અને ત્યારબાદ 2026માં ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને તેની ન્યુક્લિયર ક્ષમતાને મોટો ફટકો આપ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે તેમની આ સચોટ લશ્કરી કાર્યવાહીના કારણે જ ઈઝરાયલ અને સમગ્ર મધ્ય પૂર્વ આજે સુરક્ષિત છે. જોકે, બીજી તરફ ઈરાને તેના પરમાણુ કાર્યક્રમનો બચાવ કરતા દાવો કર્યો છે કે તે માત્ર શાંતિપૂર્ણ અને વિકાસ કાર્યો માટે છે અને તેણે 2003 પછી ક્યારેય પરમાણુ હથિયારો બનાવ્યા નથી, તેમ છતાં અમેરિકા અને તેના સહયોગીઓની નજર ઈરાનની શંકાસ્પદ ગતિવિધિઓ પર અકબંધ છે.

દરમિયાન, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથેની મહત્ત્વપૂર્ણ બેઠક બાદ ટ્રમ્પે એવા સંકેત પણ આપ્યા છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે લગભગ પૂરું થઈ ગયું છે. ટ્રમ્પે જણાવ્યું કે લશ્કરી દ્રષ્ટિએ ઈરાનનું અસ્તિત્વ અને તેનું નેતૃત્વ લગભગ સમાપ્ત થઈ ચૂક્યું છે, અને હાલ અમેરિકા તથા ખાડી દેશો ક્ષેત્રમાં યથાસ્થિતિ (સ્ટેટસ ક્વો) જાળવી રાખવા માટે સહમત થયા છે. આમ છતાં, ઈઝરાયલ પાસે યુદ્ધ ખર્ચની ભરપાઈ કરવાની ટ્રમ્પની માંગણીથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો છે.