World

ઈઝરાયલમાં એક સમુદાય સિવાય દરેકે આર્મી જોઈન કરવી પડે છે, પરંતુ હવે સવાલો ઉઠ્યા

By GS TEAM
27 Mar 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અત્યારે એક મોટી સૈન્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે. ઈરાન અને અન્ય મોરચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈઝરાયલ રક્ષા દળ (IDF) પર દબાણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિમાં સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીરે ગંભીર ચેતવણી આપી છે કે વધતા ઓપરેશનલ દબાણ અને સૈનિકોની અછતને કારણે ઈઝરાયલી સેના અંદરથી તૂટી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે રિઝર્વ સૈનિકો પર નિર્ભર રહેવું મુશ્કેલ છે અને સેનાને તાત્કાલિક નવા સૈનિકોની જરૂર છે. આ વિવાદના કેન્દ્રમાં 'હરેદી' એટલે કે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદી સમુદાય છે, જેમને અત્યાર સુધી સૈન્ય સેવામાંથી મુક્તિ મળેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલમાં એક સમુદાય સિવાય દરેકે આર્મી જોઈન કરવી પડે છે, પરંતુ હવે સવાલો ઉઠ્યા

Israel Military Crisis:: ઈઝરાયલ અત્યારે એક મોટી સૈન્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે. ઈરાન અને અન્ય મોરચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈઝરાયલ રક્ષા દળ(IDF) પર દબાણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિમાં સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીરે ગંભીર ચેતવણી આપી છે કે વધતા ઓપરેશનલ દબાણ અને સૈનિકોની અછતને કારણે ઈઝરાયલી સેના અંદરથી તૂટી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે રિઝર્વ સૈનિકો પર નિર્ભર રહેવું મુશ્કેલ છે અને સેનાને તાત્કાલિક નવા સૈનિકોની જરૂર છે. આ વિવાદના કેન્દ્રમાં 'હરેદી' એટલે કે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદી સમુદાય છે, જેમને અત્યાર સુધી સૈન્ય સેવામાંથી મુક્તિ મળેલી છે.

શા માટે આ સમુદાયને મળે છે છૂટ?

ઈઝરાયલમાં તમામ પુરુષો માટે મિલિટ્રી સર્વિસ અનિવાર્ય છે, પરંતુ 1948માં દેશની સ્થાપના થઈ ત્યારથી હરેદી સમુદાયને આમાંથી છૂટ આપવામાં આવી છે. તે સમયે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે આ સમુદાયના જે પુરુષો પોતાનો સંપૂર્ણ સમય પવિત્ર યહૂદી ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં વિતાવે છે, તેમને સેનામાં જોડાવાની જરૂર રહેશે નહીં. શરૂઆતમાં આ સમુદાયની વસ્તી ખૂબ ઓછી હોવાથી કોઈ વિવાદ થયો ન હતો, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, હાલમાં 18થી 24 વર્ષની વયના લગભગ 80,000 હરેદી યુવાનો સૈન્ય સેવા માટે પાત્ર છે, છતાં તેઓ સેનામાં સામેલ થયા નથી.

આ પણ વાંચો: ખાડી દેશોને ઈરાનનું 'ડેથ' અલ્ટીમેટમ: અમેરિકન સૈનિકોને હોટલમાં રાખ્યા, તો બોમ્બથી ઉડાવી દઈશું!

સત્તા ટકાવવા અને કાયદા વચ્ચે ફસાયેલા નેતન્યાહુ

આ મુદ્દે હવે ઈઝરાયલના રાજકારણમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. ઈઝરાયલની હાઇકોર્ટે 2024માં ચુકાદો આપ્યો હતો કે આ સમુદાયને મળતી છૂટનો કોઈ કાયદેસર આધાર નથી. વિપક્ષી નેતાઓ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ હવે હરેદી સમુદાયની પણ ફરજિયાત ભરતી કરવાની માંગ કરી રહ્યા છે. જોકે પ્રમુખ બેન્જામિન નેતન્યાહુ માટે આ નિર્ણય લેવો મુશ્કેલ છે, કારણ કે તેમની સરકાર અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષોના ટેકા પર ટકેલી છે. જો તેઓ આ સમુદાય પર સૈન્ય સેવા લાદે, તો તેમની સરકાર જોખમમાં આવી શકે તેમ છે. આમ, એક તરફ દેશની સુરક્ષા અને બીજી તરફ સત્તા ટકાવવાની મજબૂરી વચ્ચે ઈઝરાયલમાં મોટો વિવાદ ઊભો થયો છે.