Get The App

યુદ્ધવિરામ પહેલા ઈઝરાયલે લેબેનોનમાં તબાહી હતી મચાવી, 150 આતંકીનો ખાતમો, 300થી વધુ ઠેકાણા નષ્ટ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધવિરામ પહેલા ઈઝરાયલે લેબેનોનમાં તબાહી હતી મચાવી, 150 આતંકીનો ખાતમો, 300થી વધુ ઠેકાણા નષ્ટ 1 - image

Israel-Lebanon Ceasefire : ઈઝરાયલી સેનાએ લેબેનોન સાથે યુદ્ધવિરામ પહેલા મોટો ખેલ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે 16-17 એપ્રિલથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે, જોકે તેના 24 કલાક પહેલા ઈઝરાયલે લેબેનોનમાં ભારે તબાહી મચાવી હોવાનો IDFએ ઘટસ્ફોટ કર્યો છે. IDFએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, તેણે યુદ્ધવિરામ પહેલા હિઝબુલ્લાના 150થી વધુ ખૂંખાર આતંકવાદીઓ અને કમાન્ડોનો ખાતમો કરી નાખ્યો છે.

ઈઝરાયલે યુદ્ધવિરામના 24 કલાક પહેલા ખેલ કરી નાખ્યો

ઈઝરાયલી ડિફેન્સ ફોર્સે સત્તાવાર કહ્યું છે કે, ‘લેબેનોનમાં હિઝબુલ્લા સાથે યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું, જોકે તે સમજૂતી શરૂ થવાના ઠીક 24 કલાક પહેલા 150થી વધુ હિઝબુલ્લા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 300થી વધુ સૈન્ય અડ્ડાને નષ્ટ કરવામાં આવ્યા છે. બિંત જ્બીલ વિસ્તારમાં કરાયેલા હુમલામાં કમાન્ડર અલી રિદા અબ્બાસ પણ થાર થયો છે. અબ્બાસે ઈઝરાયલી સૈનિકો વિરુદ્ધ અનેક હુમલાની યોજના બનાવીને અંજામ આપ્યો હતો.’

આ પણ વાંચો : 180 ડ્રોન તોડી પાડ્યા અને US F-35 પર હુમલો કર્યો તે ઈરાની સેનાની ક્ષમતાનો પુરાવો : ઈરાની સ્પીકરનો દાવો

16-17 એપ્રિલ રાતથી યુદ્ધવિરામ લાગુ થયું

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે હિઝબુલ્લા વિરુદ્ધ એવા સમયે કાર્યવાહી કરી છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થા હેઠળ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ લાગુ થવાનું હતું. આ સંઘર્ષ વિરામ 16-17 એપ્રિલ રાતથી લાગુ થઈ ગયું છે, જોકે તે પહેલા ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાને ઘણું નુકસાન પહોંચડાવાનો નિર્ણય લીધો હતો.

હિઝબુલ્લાના ગઢમાં ઈઝરાયલી સેનાનો હુમલો

આઈડીએફે કહ્યું કે, સેનાએ યુદ્ધવિરામ પહેલા હિઝબુલ્લાના રૉકેટ લોન્ચર, યૂએવી ડ્રોન, એન્ટી-ટેન્ક મિસાઈલ પોઈન્ટ્સ, કમાન્ડર સેન્ટર અને અન્ય સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ સૈન્ય કાર્યવાહીનો ઉદ્દેશ્ય ઈઝરાયલી સેના પર કોઈપણ સંભવિત હુમલાને ખતમ કરવા માટેનો હતો. બિંત જ્બીલ વિસ્તાર દક્ષિણી લેબેનોનમાં હિઝબુલ્લાનું મજબૂત ગઢ માનવામાં આવે છે. ગયા સપ્તાહે જ આ વિસ્તારમાં ભારે ઘર્ષણ થયું હતું, જેમાં હિઝબુલ્લાના અનેક આતંકવાદીઓના મોત થયા છે.

આ પણ વાંચો : ‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વાયરલ