World

ગાઝામાં હજારો મોત બાદ હવે એકલું પડવા લાગ્યું ઇઝરાયલ, બ્રિટન-સ્પેન બાદ આ દેશનો પણ મોટો નિર્ણય

By GS TEAM
2 Aug 20252 mins read
TukuTouch Logo
ગાઝામાં ચાલી રહેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનને લઈને વિશ્વભરમાં ઇઝરાયલ સામે સતત ટીકા વધી રહી છે. હવે સ્લોવેનિયાએ એક મોટું અને સખત પગલું ભર્યું છે અને ઇઝરાયલ સાથે કોઈપણ પ્રકારના હથિયાર સોદા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે, સ્લોવેનિયા યુરોપિયન સંઘનો પહેલો દેશ બન્યો છે, જેણે ગાઝા યુદ્ધને આધાર બનાવી ઇઝરાયલ સાથે 'હથિયારોનો વેપાર' બંધ કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝામાં હજારો મોત બાદ હવે એકલું પડવા લાગ્યું ઇઝરાયલ, બ્રિટન-સ્પેન બાદ આ દેશનો પણ મોટો નિર્ણય

Israel Gaza Conflict : ગાઝામાં ચાલી રહેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનને લઈને વિશ્વભરમાં ઇઝરાયલ સામે સતત ટીકા વધી રહી છે. હવે સ્લોવેનિયાએ એક મોટું અને સખત પગલું ભર્યું છે અને ઇઝરાયલ સાથે કોઈપણ પ્રકારના હથિયાર સોદા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે, સ્લોવેનિયા યુરોપિયન સંઘનો પહેલો દેશ બન્યો છે, જેણે ગાઝા યુદ્ધને આધાર બનાવી ઇઝરાયલ સાથે 'હથિયારોનો વેપાર' બંધ કરી દીધો છે.

આ પણ વાંચો: રશિયા VS અમેરિકા: યુદ્ધ થાય તો કયો દેશ જીતે? જાણો કોની પાસે કેટલા ઘાતક હથિયાર

'...તો અમારો દેશ અમારા સ્તરે કડક નિર્ણય લેશે'

ઉલ્લેખનીય છે કે, સ્લોવેનિયાના વડાપ્રધાન રોબર્ટ ગોલોબે અગાઉ પણ સંકેત આપ્યો હતો કે, ' જો યુરોપિયન સંઘ એક સામાન્ય વલણ નહીં અપનાવે, તો અમારો દેશ અમારા સ્તરે કડક નિર્ણય લેશે.' જે બાદ હવે તેમણે તેનો અમલ કરીને ઇઝરાયલને એક મજબૂત રાજદ્વારી મેસેજ આપ્યો છે.

'ગાઝાની હાલત ખૂબ જ ગંભીર છે, પીવા માટે પાણી...'

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'યુરોપિયન સંઘના આંતરિક મતભેદોના કારણે સંયુક્ત કાર્યવાહી કરવી મુશ્કેલ બની છે, પરંતુ ગાઝાની હાલત ખૂબ જ ગંભીર છે, લોકો પાસે પીવા માટેનું સ્વચ્છ પાણી નથી, ખોરાક નથી, આરોગ્ય માટેની કોઈ સેવાઓ નથી. હજારો લોકો કાટમાળ નીચે દટાઈને મરી રહ્યા છે.

ઇઝરાયલની નીતિઓનો વૈશ્વિક સ્તરે વિરોધ

જોકે, ઇઝરાયલની સાથે સ્લોવેનિયાના હથિયાર વેપાર નાનો હોવા છતાં આ નિર્ણયનું પ્રતીકાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે, ગાઝામાં બનેલી ઘટનાઓ અંગે ઇઝરાયલની નીતિઓનો વૈશ્વિક સ્તરે વિરોધ વધી રહ્યો છે.

સ્લોવેનિયા દ્વારા આ અગાઉ જુલાઈમાં બે અતિ-ડાબેરી ઇઝરાયલી મંત્રીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમના પર પેલેસ્ટાઇનિયનો સામે હિંસા ભડકાવવા અને "નરસંહાર" જેવી ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ હતો. સ્લોવેનિયાની સંસદે પણ જૂન 2024 માં પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી. અગાઉ, આયર્લેન્ડ, નોર્વે અને સ્પેન પણ આવું કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર? ભારતને મળી ગુપ્ત માહિતી

બ્રિટન, સ્પેને ઇઝરાયલને હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

અગાઉ, બ્રિટને પણ ગયા વર્ષે કેટલાક હથિયારોની નિકાસ સ્થગિત કરી દીધી હતી અને સ્પેને ઓક્ટોબર 2023માં ઇઝરાયલને હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ નેધરલૅન્ડ, ફ્રાન્સ અને બેલ્જિયમમાં પણ આ મુદ્દા પર કાનૂની પ્રક્રિયા અને કડક કાર્યવાહી ચાલી રહી છે.