World

ઈરાન પર અમેરિકાના હુમલા બાદ બ્રિટન એલર્ટ, કહ્યું- ‘અમને હુમલાની પહેલેથી જાણ હતી, પણ સામેલ ન હતા’

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલના સમર્થનમાં મેદાનમાં ઉતરેલા અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો નષ્ટ કરી દીધા છે. હુમલામાં સાત સ્ટીલ્થ B2 બોમ્બર્સથી ઈરાનના ફોર્ડો, નતાન્જ અને ઈસ્ફાહાનના પરમાણુ સ્થળોનો નાશ કરી દીધો છે. ઈઝરાયલ-અમેરિકાના હુમલા બાદ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની સંભાવનાઓ વધી ગઈ છે. અમેરિકાના ઈરાન પર હુમલા બાદ બ્રિટન નિવેદન આપ્યું છે. બ્રિટને કહ્યું કે, ‘અમને ઈરાન પર અમેરિકાના હુલાની પહેલેથી જાણ હતી, પરંતુ અમે તમાં સામેલ ન હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પર અમેરિકાના હુમલા બાદ બ્રિટન એલર્ટ, કહ્યું- ‘અમને હુમલાની પહેલેથી જાણ હતી, પણ સામેલ ન હતા’

Britain Alert After US Attack On Iran : ઈઝરાયલના સમર્થનમાં મેદાનમાં ઉતરેલા અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો નષ્ટ કરી દીધા છે. હુમલામાં સાત સ્ટીલ્થ B2 બોમ્બર્સથી ઈરાનના ફોર્ડો, નતાન્જ અને ઈસ્ફાહાનના પરમાણુ સ્થળોનો નાશ કરી દીધો છે. ઈઝરાયલ-અમેરિકાના હુમલા બાદ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની સંભાવનાઓ વધી ગઈ છે. અમેરિકાના ઈરાન પર હુમલા બાદ બ્રિટન નિવેદન આપ્યું છે. બ્રિટને કહ્યું કે, ‘અમને ઈરાન પર અમેરિકાના હુલાની પહેલેથી જાણ હતી, પરંતુ અમે તમાં સામેલ ન હતા. 

ઈરાન પર હુમલાની અમને પહેલેથી જાણ હતી : બ્રિટન

બ્રિટનના કેબિનેટ મંત્રી જોનાથન રેનોલ્ડ્સ કહ્યું કે, અમને પહેલેથી માહિતી અપાઈ હતી કે, અમેરિકા ઈરાન પર હુમલો કરવાનો છે. બ્રિટનના કેબિનેટ મંત્રી જોનાથન રનોલ્ડે સ્કાઈ ન્યૂઝને કહ્યું કે, ‘અમને ઈરાન પર અમેરિકાના હુમલાની પહેલેથી સૂચના આપી દેવાઈ હતી. અમે એક મહત્ત્વના સહયોગી હોવાના કારણે અમને પહેલી જ કહી દેવાયું હતું. જોકે તેઓ હુમલા ક્યા કરવાના છે તેની કોઈ ચોક્કસ માહિતી અપાઈ ન હતી.’

આ પણ વાંચો : 25 જ મિનિટમાં 7 બોમ્બર્સનો ત્રણ પરમાણુ ઠેકાણા પર હુમલો: અમેરિકાએ આપી ઓપરેશન મિડનાઇટ હેમરની સંપૂર્ણ માહિતી

બ્રિટિશ સરકાર એલર્ટ

જોનાથને કહ્યું કે, ‘અમેરિકાએ અમારું સમર્થન માગ્યું ન હતુ અને બ્રિટન તેમાં સામેલ ન હતું. અમે હુમલામાં સામેલ નથી, પરંતુ અમે તમામ સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વ્યાપક તૈયારીઓ કરી રહ્યા છીએ. બ્રિટિશ સરકાર નાગરિકોની સુરક્ષા માટે તમામ કામગીરી કરી રહી છે. આ ઉપરાંત સૈન્ય ઠેકાણાઓ, કર્મચારીઓને મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ વિશેષ ધ્યાન આપી સુરક્ષા વધારી દીધી છે.

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો નાથ : અમેરિકાનો દાવો

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલના મિસાઈલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહેલા ઈરાન પર હવે અમેરિકાએ ભયાનક હુમલા કર્યા છે. અમેરિકાએ ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ માત્ર 25 મિનિટમાં 7 બોમ્બર્સ ઝીંકી ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમેરિકાએ ઓપરેશનની માહિતી જાહેર કરી કહ્યું કે, ‘અમેરિકી વાયુસેનાએ સાત સ્ટીલ્થ B2 બોમ્બર્સથી ફોર્ડો, નતાન્જ અને ઈસ્ફાહાન સ્થિત ત્રણ પરમાણુ સ્થળે હુમલા કર્યા છે. આ દરમિયાન 12 ભારે ભરખમ બોંબ ઝીંકવામાં આવ્યા છે. સેનાના ગુપ્ત ઓપરેશનમાં 125થી વધુ ફાઈટર જેટ સામેલ હતા, જેમાં એક વિશેષ ‘ડિસેપ્શન’ એટલે કે ચાલાકીની રણનીતિ અપનાવી હતી.

આ પણ વાંચો : અમેરિકાના 'મિત્ર દેશે' ઈરાન પર થયેલા હુમલાનો કર્યો વિરોધ, પાકિસ્તાને પણ કરી ટીકા