અમેરિકાના હુમલા બાદ ઈરાનના ફોર્દો પરમાણુ સ્થળે ભયાનક નુકસાન, તસવીરો આવી સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America's Attack On Iran : અમેરિકાના હુમલા બાદ ઈરાનને ભયાનક નુકસાન થયું હોવાની તસવીરો સામે આવી છે. સેટેલાઇટ તસવીરોમાં ફોર્ડોમાં ભૂગર્ભ પરમાણુ સ્થળ પર વ્યાપક નુકસાન થયું હોવાનું જોવા મળી રહ્યું છે. પ્લેનેટ લેબ્સ પીબીસી દ્વારા લેવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે, અગાઉ ભૂરા રંગની ટેકરીઓ ભૂખરી થઈ ગઈ છે અને તેનો આકાર અગાઉની છબીઓ કરતા થોડો અલગ જોવા મળી રહ્યો છે. આ તસવીરો કહી રહી છે કે, અહીં વ્યાપક નુકસાન થયું છે.
શું ઈરાને હુમલા પહેલા યુરેનિયમ હટાવી લીધો?
ઈઝરાયલના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને કહ્યું કે, તેમનો દેશ હજુ પણ ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યો છે. જ્યારે ડેફ્રિનને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું અમેરિકાના હુમલા પહેલા ફોર્ડોમાંથી યુરેનિયમ હટાવવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે તે કહેવું ખૂબ જ વહેલું છે. ડેફ્રિને કહ્યું કે હુમલાઓ ઈઝરાયલી સૈન્ય સાથે સંકલનમાં કરવામાં આવ્યા હતા.
ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો નાથ : અમેરિકાનો દાવો
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલના મિસાઈલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહેલા ઈરાન પર હવે અમેરિકાએ ભયાનક હુમલા કર્યા છે. અમેરિકાએ ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ માત્ર 25 મિનિટમાં 7 બોમ્બર્સ ઝીંકી ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમેરિકાએ ઓપરેશનની માહિતી જાહેર કરી કહ્યું કે, ‘અમેરિકી વાયુસેનાએ સાત સ્ટીલ્થ B2 બોમ્બર્સથી ફોર્ડો, નતાન્જ અને ઈસ્ફાહાન સ્થિત ત્રણ પરમાણુ સ્થળે હુમલા કર્યા છે. આ દરમિયાન 12 ભારે ભરખમ બોંબ ઝીંકવામાં આવ્યા છે. સેનાના ગુપ્ત ઓપરેશનમાં 125થી વધુ ફાઈટર જેટ સામેલ હતા, જેમાં એક વિશેષ ‘ડિસેપ્શન’ એટલે કે ચાલાકીની રણનીતિ અપનાવી હતી.
ઈરાની સંસદે હોર્મુજ સ્ટ્રેટ બંધ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો
ઈરાની સંસદમાં હોર્મુજ સ્ટ્રેટ બંધ કરવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવાનો છે, જો તેઓ પ્રસ્તાવ પાસ કરી દેશે તો વિશ્વભરમાં ખળભળાટ મચી જશે. હોર્મુજ સ્ટેટ બંધ થવાથી ક્રૂડની કિંમતો આસામાને પહોંચી જશે. વિશ્વભરમાં હોર્મુજ સ્ટ્રેટ પરથી 20 ટકા ક્રૂડ ઓઈલ અન્ય દેશોમાં પહોંચાડમાં આવે છે. આમાંથી મોટાભાગનું ક્રૂડ એશિયાઈ દેશોમાં જાય છે. આ રુટ પરથી માત્ર ક્રૂડ જ નહીં, ગેસ અને ટ્રાન્સ્પોર્ટેશન પણ થાય છે. એશિયાઈ દેશો દ્વારા મધ્ય-પૂર્વના દેશોમાં જે નિકાસ કરવામાં આવે છે, તે આ રૂટથી જ ત્યાં પહોંચે છે. ભારત, પાકિસ્તાન અને ચીન પણ આ જ રૂટનો ઉપયોગ કરીને આયાત અને નિકાસ કરતા હોય છે.
આ પણ વાંચો : અમેરિકાના 'મિત્ર દેશે' ઈરાન પર થયેલા હુમલાનો કર્યો વિરોધ, પાકિસ્તાને પણ કરી ટીકા








