Get The App

આખું તેહરાન સળગાવી નાંખીશું: ઈરાનને ઈઝરાયલની ધમકી બાદ મિડલ ઈસ્ટમાં વધ્યું ટેન્શન

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
આખું તેહરાન સળગાવી નાંખીશું: ઈરાનને ઈઝરાયલની ધમકી બાદ મિડલ ઈસ્ટમાં વધ્યું ટેન્શન 1 - image

Israel-Iran War: ઈઝરાયલના રક્ષા મંત્રીએ આજે શનિવારે (14 જૂન) ચેતવણી આપી છે કે, જો ઈરાન ઈઝરાયલ પર મિસાઈલમારો શરૂ રાખશે તો તેહરાન આખું સળગાવી નાંખીશું. ઈરાનના હુમલાથી આજે 14 જૂનની સવારે 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ઈઝરાયલી સેના ચીફ ઑફ સ્ટાફ સાથેની બેઠક બાદ રક્ષા મંત્રી કૈટ્સે કહ્યું કે, 'ઈઝરાયલના નાગરિકોને નુકસાન પહોંચાડવાની ઈરાનને ભારે કિંમત ચૂંકવવી પડશે.'

'આખું તેહરાન સળગાવી નાંખીશું'

કૈટ્સે કહ્યું કે, 'જો (ઈરાની સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી) ખામેનેઈ ઇઝરાયલી ગૃહ મોરચા પર મિસાઇલો છોડવાનું ચાલુ રાખે છે, તો તેહરાન સળગાવી નાંખીશું.' ઈરાની રાજ્યની ટેલિવિઝને ઓનલાઈન રિપોર્ટ કર્યું કે, ખુર્રમાબાદ, કેરમાનશાહ અને તબરીઝ શહેરોમાં એર ડિફેન્સ સિસ્ટમ ફાયરિંગ કરી રહ્યા હતા, જે એક નવા ઈઝરાયલી હુમલાની શરૂઆતનો સંકેત આપે છે. 

ઈઝરાયલના ઈરાન પરના હુમલાથી 78 લોકોના માત, 320થી વધુ ઈજાગ્રસ્ત

અધિધારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના હુમલામાં લડાકું વિમાનનો ઉપયોગ કર્યો છે. આ સાથે દેશમાં પહેલાથી લાવેલા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈરાનના સંયુક્ત રાષ્ટ્ર રાજદૂતે કહ્યું કે, 'હુમલામાં 78 લોકોના મોત નીપજ્યા છે અને 320થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ઈરાને જવાબી કાર્યવાહી કરીને ઈઝરાયલ પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલમારો કર્યો. આ વિસ્ફોટથી યરુશલમ અને તેલ અવીવન બિલ્ડિંગનો હચમચાવી દીધી હતી.'

આ પણ વાંચો: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક હુમલા વધતા ભારતીયો સાવધાન, દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

મળતી માહિતી મુજબ, ઈઝરાયલ અને ઈરાન બંનેએ કહ્યું છે કે તેમના હુમલાઓ ચાલુ રહેશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું કે, 'અમારો ઉદ્દેશ્ય ઈઝરાયલ માટે કોઈપણ ઈરાની હુમલાને ખત્મ કરવાનો હતો, પરંતુ ઈરાનીઓને તેમના નેતાઓ સામે ઉભા થવાનો આગ્રહ કર્યો હતો. ઈઝરાયલી હુમલાઓથી રવિવારે ઓમાનમાં યોજાનારી બેઠક પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર પર વધુ વાટાઘાટો પર પણ શંકા ઉભી કરી છે. ઈઝરાયલી હુમલાઓ પછી ઈઝરાયલી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકા સાથે વધુ પરમાણુ વાટાઘાટોને અર્થહીન ગણાવી છે. '