World

હું ભારત-પાકિસ્તાન જેમ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ પણ રોકાવીશ: ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ ઈરાન પર સતત હુમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે. આ ઉપરાંત ઈરાને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સને ઈઝરાયલને મદદ ન કરવાની ધમકી આપી છે, ત્યારે આ તમામ ઉથલપાથલ વચ્ચે જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મોટો દાવો કર્યો છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે સતત હુમલા થઈ રહ્યા હોવાથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે બંને દેશોને શાંતિ જાળવવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, બંને કટ્ટર દુશ્મનો સમજતી કરશે.’

Summarized by AI; it may make mistakes. Check important info

હું ભારત-પાકિસ્તાન જેમ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ પણ રોકાવીશ: ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો

Israel-Iran Controversy : ઈઝરાયલ ઈરાન પર સતત હુમલાઓ કરી રહ્યું છે, તો ઈરાન પણ વળતો જવાબ આપી રહ્યું છે. આ ઉપરાંત ઈરાને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સને ઈઝરાયલને મદદ ન કરવાની ધમકી આપી છે, ત્યારે આ તમામ ઉથલપાથલ વચ્ચે જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મોટો દાવો કર્યો છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે સતત હુમલા થઈ રહ્યા હોવાથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે બંને દેશોને શાંતિ જાળવવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, બંને કટ્ટર દુશ્મનો સમજતી કરશે.’ 

હું ઈરાન-ઈઝરાયેલનું યુદ્ધ અટકાવીશ : ટ્રમ્પ

આ સાથે ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો છે કે, તેમણે તેમના પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવા (Serbia-Kosovo) વચ્ચેના ઝઘડાને, ત્યારબાદ બીજા કાર્યકાળમાં ભારત અને પાકિસ્તાનના (India-Pakistan) ઝઘડાને ખતમ કરવા માટે સફળતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આવી જ રીતે ઈઝરાયેલ અને ઈરાન (Israel-Iran) વચ્ચે પણ ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે. આ માટે અનેક ફોનકૉલ અને બેઠકો થઈ રહી છે.’

આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં 'આગ', ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક

‘હું કોઈપણ બાબતનો શ્રેય લેતો નથી’

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘હું ઘણું બધુ કરું છું, પરંતુ હું ક્યારેય કોઈપણ બાબતો શ્રેય લેતો નથી, આ ઠીક છે અને લોકો સમજે છે. અમે મધ્ય-પૂર્વને ફરી મહાન બનાવીશું.’ ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકા સાથે પરમાણુ સોદા પર વાતચીત રદ કર્યા બાદ ઈઝરાયલ ઈરાન પર આકરા હુમલાઓ કરી રહ્યું છે. તો ઈરાન પણ મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયલને નિશાન બનાવી રહ્યું છે. આ વિવાદની શરૂઆત ‘અમેરિકા-ઈરાન વચ્ચે પરમાણુ ડીલ રદ કરવાની ઘટના’થી શરૂ થઈ છે. આ ઉપરાંત ઈઝરાયલને ઈરાનના પરમાણુ કાર્યક્રમથી વાંધો પડ્યો છે, જેના કારણે બંને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. બીજીતરફ બંને દેશોની પરિસ્થિતિ પર નજર રાખવા જગત જમાદાર અમેરિકાએ તેના બે યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં ખસેડ્યા છે. આ તમામ ઘટનાક્રમ બાધ મધ્ય-પૂર્વમાં યુદ્ધની આશંકા વધી ગઈ છે.

ઈઝરાયલની હુમલાથી ફરી હડમચી ગયું તહેરાન

ઈઝરાયલે શુક્રવારે ઈરાન પર અનેક મિસાઈલ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના ટોચના કમાન્ડો સહિત 100થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે હુમલાઓ હજુ પણ ચાલી રહ્યા છે. રિપોર્ટ મુજબ રવિવારે (15 જૂન) ઈરાનની રાજધાની તહેરાનમાં આજે પાંચ કાર બોંબ વિસ્ફોટ થયા છે, જે મામલે ઈરાને ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. ઈઝરાયલના હુમલાઓને અટકાવવા માટે ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે.

આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?