Get The App

એક જ રાતમાં ગાઝા પર ઈઝરાયલના 140 હુમલા, હમાસની અનેક ઈમારતો-હથિયારો નષ્ટ

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
એક જ રાતમાં ગાઝા પર ઈઝરાયલના 140 હુમલા, હમાસની અનેક ઈમારતો-હથિયારો નષ્ટ 1 - image


Israel-Hamas War : ઈઝરાયેલી સેના IDFએ ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યો છે. સેનાએ છેલ્લા 24 કલાકમાં હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગેથી 140થી વધુ સ્થળો પર હુમલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. આઈડીએફએ કહ્યું કે, આતંકવાદી જૂથોની બિલ્ડિંગો, હથિયારના સંગ્રહ સ્થળે સહિત અનેક સ્થળે હુમલા કર્યા છે. 

ઈઝરાયેલી સેના ગાઝામાં આગળ વધી

IDFની ત્રણ ડિવિઝનની ગ્રાઉન્ડ ટુકડીઓ ગાઝા સિટીમાં સતત આગળ વધી રહી છે. ઈઝરાયલી એર ફોર્સે હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા આશરે 140 ઠેકાણાં પર બોંબમારો કર્યો છે, જ્યારે ઈઝરાયલી નેવીએ ગાઝાના ઉત્તર ભાગમાં ગોળીબાર કરીને હથિયારના સંગ્રહ સ્થળ અને હમાસના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી બિલ્ડિંગને ટાર્ગેટ કરી છે. સેનાએ હમાસના આતંકીઓએ બિલ્ડિંગમાં છુપાવેલા બોંબનો વીડિયો પણ જાહેર કર્યો છે.

હમાસના લોકો પર ઈઝરાયલની ત્રણ ટુકડીઓએ વરસાવ્યો કહેર

ઈઝરાયલી સેનાની ત્રણ ડિવિઝન ટુકડીએ ગાઝામાં સતત આગળ વધી રહી છે અને હુમલાઓ શરૂ કરી દીધા છે. IDFની 36મી ડિવિઝને હમાસ દ્વારા સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા અનેક બિલ્ડિંગનો ખાતમો બોલાવી દીધો છે, જ્યારે 98મી ડિવિઝને IDF પર બોંબમારો કરનાર હમાસના એક સભ્યને ઠાર કરી દીધો છે. આ ઉપરાંત આઈડીએફની 162મી ડિવિઝને હમાસના અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે.

આ પણ વાંચો : ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં

યુદ્ધ ચાલુ રહેશે : IDF

આઈડીએફે સ્પષ્ટ કહ્યું છે કે, હમાસ જેવા આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખીશું. સેનાની ભૂમિ સેનાએ હમાસીઓ દ્વારા જાળ બિછાવાયેલ અનેક બોંબ નષ્ટ કરી દીધા છે અને આતંકીઓને ઠાર કર્યા છે. આઈડીએફે આતંકીઓને અટકાવવા માટે કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે, ગાઝામાં હાલત ગંભીર છે, રાહત કામગીરી વધુ ઝડપી બનાવવાની જરૂર છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં દુષ્કર્મની ઘટના વિરુદ્ધ દેખાવોમાં હિંસા ભડકી, ગોળીબારમાં 3ના મોત

Tags :