Israel Attack On Gaza : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયું હતું, જોકે હવે તેના પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે (20 ઓક્ટોબર) ચેતવણી આપી હતી છે કે, ‘હમાસ વિરુદ્ધ અમારું સૈન્ય અભિયાન હજી પુરું થયું નથી.’
‘અમારા એક હાથમાં હથિયાર, બીજા હાથમાં શાંતિ’
નેતન્યાહૂએ સંસદમાં કહ્યું કે, ‘ઈઝરાયલી સેનાએ ગાઝા પર 153 ટન એટલે કે 1.53 લાખ કિલો બોમ્બ ઝિંક્યા છે. હમાસે યુદ્ધવિરામ તોડ્યું હોવાથી અમે આ વળતો જવાબ આપ્યો છે. અમારા એક હાથમાં હથિયાર છે તો બીજો હાથ શાંતિ માટે લંબાવેલો છે. શાંતિ માટે મજબૂતી હોવી જરૂરી છે અને ઈઝરાયલ અગાઉથી પણ વધુ મજબૂત છે.’
હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું : નેતન્યાહૂ
ઈઝરાયલી વડાપ્રધાને એમ પણ કહ્યું કે, હજુ ગાઝામાં સૈન્ય અભિયાન સમાપ્ત થયું નથી. હમાસે રફામાં હુમલા કર્યા બાદ ઈઝરાયલી સેનાએ એરસ્ટ્રાઈક શરૂ કરી દીધી છે. હમાસના હુમલામાં બે ઈઝાયલી સૈનિકોના મોત થયા છે. હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
હુમલામાં સામેલ હોવાનો હમાસનો ઈન્કાર
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઈઝરાયેલી સેનાએ હમાસના વરિષ્ઠ કમાન્ડો સહિત 12થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. તો હમાસે કોઈપણ હુમલામાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો છે. નેતન્યાહૂએ કહ્યું કે, ‘અમે અમારી સ્થિતિ સુધારી છે. અમે અમારા બંધકોને પરત લાવ્યા છીએ. કેટલાક લોકો હજુ પણ ત્યાં છે અને તેમને પણ વહેલી તકે પરત લાવીશું..
આ પણ વાંચો : હદમાં રહેજો નહીંતર મારા એક ઈશારે ઈઝરાયલ 2 મિનિટમાં પતાવી નાંખશે, કોના પર ભડક્યા ટ્રમ્પ?


