ઈઝરાયલની ધ્રૂજાવી દેનારી ધમકી, કહ્યું- ‘આખા ગાઝાને સ્મશાન બનાવી નાખીશું, હમાસને નર્કમાં ધકેલી દઈશું’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel-Hamas War : ઈઝરાયલ-હમાસના યુદ્ધના કારણે ગાઝા ભારે મુશ્કેલીમાં મુકાયું છે. અહીં રોજબરોજ અવાર-નવાર હુમલાઓ થવાના કારણે અને ગાઝાવાસીઓના મોત થઈ રહ્યા છે, ત્યારે ઈઝરાયલે ધ્રૂજાવી દેનારી ધમકી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાર્ટ્જે આખા ગાઝાને સ્મશાન બનાવી દેવાની ધમકી આપી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, અમે હમાસના આતંકીઓને નર્દના દરવાજામાં ધકેલી લઈશું. આ ધમકીથી ઈઝરાયલની સેનાદ્વારા ગાઝામાં વધુ ઉગ્ર કાર્યવાહી કરવાના સંકેત મળી રહ્યા છે.
‘હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો....’
કાર્ટ્જે (Israel Katz) સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે, ‘જો હમાસ ઈઝરાયલની શરતો નહીં માને તો આખા ગાઝા શહેરનો ખાતમો બોલી દેવાશે. અમે ગાઝાને કાટમાળમાં ફેરવી નાખીશું.’ એક દિવસ પહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયલી સેનાને ગાઝા શહેરમાં કબજો કરવાની ધમકી આપી હતી. નેતન્યાહૂએ કહ્યું હતું કે, ‘ગાઝા હવે સુરક્ષિત આશ્રય સ્થાન રહ્યું નથી અને અમે આતંકના તમામ સ્રોતોને નષ્ટ કરી દઈશું.’
‘અમે ગાઝાની હાલત રફાહ-બૈત હાનૂન શહેર જેવી કરી નાખીશું
ઈઝરાયલી સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ચેતવણી આપી છે કે, ‘અમે યુદ્ધના પ્રથમ તબક્કામાં રફાહ અને બૈત હાનૂન જેવા વિસ્તારોને કાટમાળનો ઢગલો બનાવી દીધા હતા, ત્યારે આવી જ હાલત ગાઝા શહેરની પણ કરી નાખીશું. ગાઝામાં છુપાયેલા હત્યારા અને દુષ્કર્મી હમાસના આતંકીઓ ઈઝરાયલની શરત નહીં માને તો તેઓને ટૂંક સમમયાં નર્કમાં ધકેલી દઈશું. ઈઝરાયલ ત્યારે જ યુદ્ધવિરામ કરશે, જ્યારે હમાસ કોઈપણ શરત વગત ઈઝરાયલના બંધકોને છોડી દેશે. હમાસના લોકોએ શસ્ત્રો પણ હેઠા મુકી દેવા જોઈએ.’
આ પણ વાંચો : હવે ટ્રમ્પની નજર 5.5 કરોડ વિઝાધારકો પર, માઈગ્રન્ટ્સને તગેડી દેવાના તમામ વિકલ્પ પર નજર
અમે બંધકોને છોડવા તૈયાર, પણ શસ્ત્રો હેઠા નહીં મુકીયે : હમાસ
બીજીતરફ હમાસે કહ્યું છે કે, તે બંધકોને છોડી મૂકવાના બદલામાં યુદ્ધ બંધ કરવા સંમત થઈ ગયા છે, પરંતુ શસ્ત્રો હેઠા મૂકી દેવાની માંગને ફગાવી દીધી છે. હમાસનો દાવો છે કે, જ્યા સુધી સ્વતંત્ર પેલેસ્ટાઈન દેશની સ્થાપના નહીં થાય, ત્યાં સુધી તેઓ હથિયાર હેઠા નહીં મૂકે. ઈઝરાયલ-હમાસના નિવેદનોથી એવું લાગી રહ્યું છે, આગામી સમયમાં પણ ભયાનક હુમલાઓ થશે.









