Get The App

અમેરિકા સાથે ટેન્શન વચ્ચે પીએમ મોદીને આવ્યો ફ્રાન્સના પ્રમુખનો કૉલ, જાણો કયા મુદ્દે થઇ વાત

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા સાથે ટેન્શન વચ્ચે પીએમ મોદીને આવ્યો ફ્રાન્સના પ્રમુખનો કૉલ, જાણો કયા મુદ્દે થઇ વાત 1 - image


PM Modi News : ભારત અને અમેરિકા વચ્ચે હાલ ઘણા મુદ્દાઓ પર ટેન્શન ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનનો કોલ આવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે ગુરુવારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ વાતચીત થઈ. બંને નેતાઓએ ખાસ કરીને યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલની શક્યતાઓ પર વિચારો શેર કર્યા અને ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અંગે તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.

અમેરિકા સાથે ટેન્શન વચ્ચે પીએમ મોદીને આવ્યો ફ્રાન્સના પ્રમુખનો કૉલ, જાણો કયા મુદ્દે થઇ વાત 2 - image

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'મારા મિત્ર ફ્રાન્સ પ્રમુખ મેક્રોન સાથે મારી ખૂબ સારી વાતચીત થઈ. અમે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો પર મંતવ્યો શેર કર્યા અને ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું.'

અમેરિકા સાથે ટેન્શન વચ્ચે પીએમ મોદીને આવ્યો ફ્રાન્સના પ્રમુખનો કૉલ, જાણો કયા મુદ્દે થઇ વાત 3 - image

મેક્રોને પણ કરી હિન્દીમાં પોસ્ટ 

મેક્રોને સોશિયલ મીડિયા પર પણ આ માહિતી આપી. તેમણે હિન્દીમાં લખેલી પોતાની પોસ્ટમાં કહ્યું, "મેં હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. અમે યુક્રેન અને યુરોપની સુરક્ષા માટે મજબૂત સુરક્ષા ગેરંટી સાથે ન્યાયી અને સ્થાયી શાંતિ તરફ આગળ વધવા માટે યુક્રેન યુદ્ધ પર અમારા વલણનું સંકલન કર્યું. વેપાર સંબંધિત મુદ્દાઓ પર, અમે અમારા વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન આપવા અને તમામ ક્ષેત્રોમાં અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા સંમત થયા."

Tags :