Get The App

સીરિયામાં અમેરિકન સૈનિકો પર ISISનો મોટો હુમલો, બે જવાન સહિત 3ના મોત, ટ્રમ્પ લાલઘૂમ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સીરિયામાં અમેરિકન સૈનિકો પર ISISનો મોટો હુમલો, બે જવાન સહિત 3ના મોત, ટ્રમ્પ લાલઘૂમ 1 - image



ISIS Attack on US Army: સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે અમેરિકન સૈનિક અને એક અમેરિકન નાગરિકના મોત નિપજ્યા અને ત્રણ ઘાયલ થયા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ વાતની પુષ્ટિ કરી હતી. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીરિયાના પ્રમુખ બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યાના એક વર્ષ પછી, સીરિયામાં અમેરિકન સૈનિકો પરનો આ પહેલો હુમલો છે.

સીરિયાના સુરક્ષા દળોના કર્મચારીઓ પણ ઘાયલ

સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મૃતક સૈનિકોની ઓળખ 24 કલાક સુધી જાહેર કરવામાં આવશે નહીં જેથી તેમના પરિવારોને પહેલા જાણ કરી શકાય. આ યુદ્ધ વિભાગની નીતિ અનુસાર છે.

આ પણ વાંચોઃ યુકેમાં જાહેરમાં થૂંકવા બદલ રૂ. 26000નો દંડ, 86 વર્ષના વૃદ્ધને પર્યાવરણના કાયદાનો ભંગ ભારે પડ્યો

સીરિયાની સરકારી મીડિયાના અહેવાલ અનુસાર, અમેરિકન સૈનિકોની મુલાકાત દરમિયાન મધ્ય સીરિયાના એક ઐતિહાસિક શહેરમાં ગોળીબાર થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.  પાલમિરા નજીક થયેલા ગોળીબારમાં સીરિયન સુરક્ષા દળોના બે સભ્યો અને અનેક અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા.

હુમલાખોર ઠાર

સ્થાનિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, હુમલાખોર માર્યો ગયો છે. પરંતુ, વધુ વિગતો આપવામાં આવી નથી. એક અમેરિકન સંરક્ષણ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વોશિંગ્ટન આ અહેવાલોથી વાકેફ છે પરંતુ હાલમાં તેમની પાસે જાહેર કરવા માટે કોઈ નક્કર માહિતી નથી.

આ પણ વાંચોઃ ઈરાઝ ટુરથી 18000 કરોડ કમાનાર જાણીતી સિંગર ટેલર સ્વિફ્ટે ક્રૂને 2000 કરોડનું બોનસ આપ્યું

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં થયેલા તાજેતરના હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક નાગરિકના મોતનો જવાબ આપ્યો છે. તેમણે વળતા જવાબ આપવા માટેની કાર્યવાહીની વાત કરી છે. અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરી અને સ્પષ્ટપણે કહ્યું કે આ ISISનો હુમલો હતો. તેમણે કહ્યું કે, સીરિયાના પ્રમુખ અહેમદ અલ-શારા આ હુમલાથી ખૂબ જ વ્યથિત છે. તેઓ ગુસ્સે છે.

આ સિવાય તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર કહ્યું કે, 'આ હુમલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. બશર અલ-અસદની સરકારના પતન પછી સીરિયામાં અમેરિકન સૈનિકો પર આ પ્રકારનો પહેલો હુમલો છે. પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલો આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સામેલ સૈનિકોને નિશાન બનાવ્યો હતો.'

આતંકવાદી હુમલો

વળી, રિપબ્લિકન સેનેટર જોની બેરોએ કહ્યું કે, મૃતક સૈનિકો આયોવા નેશનલ ગાર્ડના સૈનિકો હતા. આયોવા નેશનલ ગાર્ડના સૈનિકોના મૃત્યુ ખૂબ જ દુ:ખદ છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તે એક આતંકવાદી હુમલો હતો અને બદલાની કાર્યવાહીમાં તેમનું મોત થયું.

બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ત્રણ સીરિયન સુરક્ષા કર્મચારીઓ અને ઘણા અમેરિકનો ઘાયલ થયા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે હુમલાખોર સીરિયન સુરક્ષા દળોનો સભ્ય હતો.

સ્લીપર સેલનું જોખમ

ઇસ્લામિક સ્ટેટ સામે ચાલી રહેલા અભિયાનના ભાગ રૂપે અમેરિકાએ પૂર્વ સીરિયામાં ઘણા સો સૈનિકો તૈનાત કર્યા છે. 2019માં સીરિયામાં આતંકવાદી સંગઠનનો પ્રાદેશિક રીતે પરાજય થયો હોવા છતાં, તેના સ્લીપર સેલ હુમલાઓ ચાલુ રાખે છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે, સીરિયા અને ઇરાકમાં 5,000 થી 7,000 ઇસ્લામિક સ્ટેટ લડવૈયાઓ હજુ પણ છે.


Tags :