VIDEO : ISISના આતંકીઓએ કોંગોમાં ચર્ચ પર કર્યો હુમલો, 21 લોકોના થયા મોત
Terrorist Attack In Komanda Church : મધ્ય આફ્રિકાના રિપબ્લિક ઓફ કોંગો દેશમાં રવિવારે (27 જુલાઈ) આતંકવાદી હુમલો થયો છે. બળવાખોર આતંકી જૂથ અલાયડ ડ્રેમોક્રેટિક ફોર્સ (ADF)એ કોંગોના એક ચર્ચ પરિસરમાં આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે.
આતંકી હુમલામાં અનેક ઘરો-દુકાનોમાં આગ
સિવિલ સોસાયટીના નેતાએ કહ્યું કે, ISIS સમર્થિક એડીએફ ગ્રૂપના બળવાખોરોએ રવિવારે બપોરે પૂર્વ કોંગોના કોમાંડામાં કેથોલિક ચર્ચ પર હુમલો કર્યો છે. આ આતંકવાદી હુમલામાં અનેક સ્થાનીક ઘરોને નુકસાન થયું છે. હુમલાના કારણે અનેક ઘરો અને દુકાનોમાં આગ લાગી ગઈ છે.
ચર્ચ પરિસરમાં આડેધડ ગોળીબાર
કોમાંડાના સત્તાવાર એસોસિએશન દ્વારા કહેવાયું છે કે, આતંકવાદી હુમલામાં 21થી વધુ લોકોના મોત થયા છે. આતંકીઓએ ચર્ચ પરિસરની અંદર અને બહાર આડેધડ ગોળીબાર કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. અમે અનેક ઘરો અને ઓછામાં ઓછા ત્રણ સળગેલી લાશો જોઈ છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો : ટ્રમ્પ ભારતીયોના સપના ચકનાચૂર કરી નાખશે? H-1B વિઝાની પરીક્ષા આકરી બનાવવાની તૈયારીમાં