ગ્રેટા થનબર્ગ ફરી એકવાર ચર્ચામાં, ગાઝામાં નરસંહાર વચ્ચે ઈઝરાયલ માટે માથાનો દુઃખાવો બની
Image Source: Twitter
All Eyes on Madleen Ship: ગાઝામાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા મોટા નરસંહાર વચ્ચે લોટ, પાણી, દૂધ, દવાઓ, બાળકોના ડાયપર, સેનેટરી પેડ લઈને પાણીનું એક જહાજ ઝડપથી ગાઝા તરફ આગળ વધી રહ્યું છે. તેનું કારણ છે, ભૂખથી તડપતા અને મૃત્યુ પામી રહેલા લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું છે. તેનો બીજો એક ઈરાદો ગાઝામાં નાકાબંધી તોડવાનો પણ છે. પરંતુ હવે તેના પર વિવાદ પણ શરૂ થઈ ગયો છે. આ વિવાદના કેન્દ્રમાં ગ્રેટા થનબર્ગ છે.
જહાજનું નામ 'The Madleen'
ગાઝા પહોંચી રહેલા આ જહાજનું નામ 'The Madleen' છે, જે માનવાધિકાર સંગઠન ફ્રીડમ ફ્લોટિલા કોએલિશન (FFC) સાથે સંકળાયેલું છે. આ જહાજનું નામ મેડલીન ગાઝાની પ્રથમ અને એકમાત્ર ફિશરવુમનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ જહાજ 1 જૂનના રોજ ઈટાલીના સિસિલી બંદરથી નીકળ્યું હતું અને જો ઈઝરાયેલી નૌકાદળ કોઈ અવરોધ ઊભો ન કરે તો તે 2000 કિલોમીટરનું અંતર કાપીને 7 જૂન સુધીમાં ગાઝા પહોંચી શકે છે,
આ જહાજમાં સ્વીડનની 22 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સહિત અનેક માનવ અધિકાર કાર્યકર્તા છે. પરંતુ ઈઝરાયલ તેને લઈને એલર્ટ થઈ ગયું છે.
આ જહાજમાં મેડિકલ સુવિધાઓ, ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ છે. આ જહાજમાં ગ્રેટા થનબર્ગ ઉપરાંત 11 અન્ય કાર્યકર્તાઓ પણ છે, જેમાં ફ્રેન્ચ સાંસદ રીમા હસન, જર્મનીના યાસ્મીન જાર, ફ્રાન્સના બાપ્ટિસ્ટ આન્દ્રે, બ્રાઝિલના થિયાગો અવિલા, ફ્રાન્સના ઉમર ફૈદ, પૈસ્કલ અને યાનીસ મહદી, તુર્કીના સૂયાબ ઓર્દૂ, સ્પેનના સર્ગિયો ટોર્બિયો, નેધરલેન્ડ્સના માર્કો વાન રેન્સ અને ફ્રાન્સના રેવા વિઆર્ડ સામેલ છે.
અમે તેના પર નજર રાખી રહ્યા છીએ
ગ્રેટા થનબર્ગના આ ગાઝા પ્રવાસ પર ઈઝરાયલની સેનાએ વાંધો ઉઠાવ્યો છે. ઈઝરાયલની સેનાના પ્રવક્તા એફી ડેફ્રિને કહ્યું કે, અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. અમે આ વખતે પણ તૈયાર છીએ. અમે આ કેસમાં પણ સ્થિતિ પ્રમાણે જ કાર્યવાહી કરીશું. તેનાથી સંકેત મળી રહ્યો છે કે, ઈઝરાયલ આ વખતે પણ જહાજને ગાઝા તટ સુધી પહોંચવાથી રોકવા માટે કમર કસી ચૂક્યું છે.
આ FCCનું કોઈ પહેલું જહાજ નથી, આ અગાઉ પણ આ સંગઠને એક મહિના પહેલા Conscience નામના જહાજને ગાઝા માટે રવાના કર્યું હતું પરંતુ 2 મેના રોજ ઈઝરાયલી ડ્રોન હુમલામાં તેને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? જાણો 11 લોકોના મોતના મુખ્ય ચાર કારણ
થનબર્ગે કહ્યું કે, 'અમે આ એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે, અમારે જે ખોટું થઈ રહ્યું છે તેની સામે ઊભા રહેવું જોઈએ. અમારે પ્રયાસ કરવો જોઈએ કારણ કે, જે ક્ષણે અમે પ્રયાસ કરવાનું છોડી દઈશું તે ક્ષણે અમે અમારી માનવતા છોડી દઈશું.'
પરંતુ ગ્રેટાના આ પ્રવાસ પર વિવાદ કેમ?
ગ્રેટા થનબર્ગ વિશ્વભરના 11 અન્ય માનવ અધિકાર કાર્યકરો સાથે જહાજ દ્વારા ગાઝા પહોંચી રહી છે. આ દરમિયાન જહાજમાંથી લેવામાં આવેલી તેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આમાં તે પેલેસ્ટાઈનનો ધ્વજ પકડેલા જોવા મળી રહી છે. તેને ગાઝાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે. આના પર તેનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગાઝામાં 2007થી ગાઝા પર ઈઝરાયલી નૌકાદળની નાકાબંધી છે, જે માલસામાન અને લોકોની અવરજવરને પ્રતિબંધિત કરે છે. ફ્રીડમ ફ્લોટિલા એ પ્રતીકાત્મક રીતે આ નાકાબંધીને તોડવાનો પ્રયાસ છે, જેને ઈઝરાયલ ગેરકાયદેસર અને ઉશ્કેરણીજનક માને છે.