World

યુક્રેન યુ.એસ.નો મીલીટરી સપોર્ટ ગુમાવી રહ્યું છે ? મસ્કનું સ્ટારલિંક સહાય કમ કરતા ભીંસ વધી છે

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
યુક્રેનને રશિયન મિસાઈલ હુમલાની અગાઉથી જાણ ન મળતા ચિંતા વધી છે. નવી દિલ્હીથી મળતી માહિતી મુજબ, એલન મસ્કના સ્ટારલિંક કોમ્યુનિકેશન સિસ્ટમ તૂટી જતાં યુક્રેનને રશિયન મિસાઈલ હુમલાની ચેતવણી મળી શકી ન હતી. મસ્કે જણાવ્યું કે, મિલિટરી ગ્રેડ સેટેલાઇટ્સ પર સરકારનો કાબુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન ઓઈલ રિફાઈનરી પર હુમલા બંધ કરવા ટ્રમ્પની સલાહની અવગણના કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેન યુ.એસ.નો મીલીટરી સપોર્ટ ગુમાવી રહ્યું છે ? મસ્કનું સ્ટારલિંક સહાય કમ કરતા ભીંસ વધી છે
  • 'મિલિટરી ગ્રેડ - સેટેલાઇટ્સ પર સરકારનો કાબુ છે' : મસ્ક
  • 'સ્ટાર લિંક કોમ્યુનિકેશન' તૂટી જતાં યુક્રેનને રશિયન મિસાઇલ હુમલાની અગાઉથી માહિતી મળી શકતી નથી

નવી દિલ્હી : અમેરિકા તરફથી મિલિટરી સપોર્ટ મળવાની આશા યુક્રેન ગુમાવી રહ્યું છે. તાજેતરમાં જ તેની ઉપર રશિયન મિસાઇલ્સે કરેલા હુમલાની યુક્રેનને અગાઉથી ચેતવણી મળી ન હતી. આથી આશંકા ઉભી થઈ રહી છે કે, વૉશિંગ્ટન કીવને ટેકો આપવામાં પાછી પાની કરી રહ્યું છે.
અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને ભારપૂર્વક કહ્યું હતું કે, તેમણે રશિયન ઑઇલ રીફાઇનરીઝ પર હુમલા ન કરવા અને શાંતિ- સમજૂતી સાધવી.
હવે યુક્રેનને ચિંતા તે થાય છે કે, 'વૉશિંગ્ટને કરેલી સૂચનાઓ પ્રમાણે ચાલવું કે નહીં ? મૂળભૂત પ્રશ્ન તે છે કે અમેરિકાનો સપોર્ટ તો તેના માટે અનિવાર્ય છે, છતાં તે અમેરિકાની સૂચનાનો પૂરેપૂરો અમલ ન કરતા તે બીજી ઉપાધિમાં મુકાઈ ગયું છે.
ઝેલેન્સ્કીએ ૧૩મી ઑક્ટોબરે કહ્યું હતું કે, તેને તેના 'મિત્રો' તરફથી અગાઉથી ચેતવણી નહીં મળતા રશિયન બેલાસ્ટિક મિસાઇલ કીવ ઉપર પડયા હતાં. જો સમયસર ચેતવણી મળી હોત તો યુક્રેનને તેનું એર ડીફેન્સ સાબદું કરવાનો સમય મળ્યો હોત. તેથી તેના નાગરિકો બચી શક્યા હોત,
જો કે, અમેરિકાએ જાણી જોઈને વૉર્નિંગ ન આપી હોય તેમ કેટલાક માનતા નથી. વાસ્તવમાં એલન મસ્કનું સ્ટારલિંક તે સમયે અકાર્યરત બની ગયું હતું. આ અગે સ્ટારલિંક સેટેલાઇટના પ્રણેતા એલન મસ્કને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે 'હાથ ઊંચા' કરી દીધા હતા. તેઓએ કહ્યું કે, 'મિલિટરી સેટેલાઇટ્સ' ઉપર તો ફેડરલ ગવર્નમેન્ટ (ટ્રમ્પ)નો કાબુ છે. હું કશું કરી શકું તેમ નથી.'
વાત સીધી ને સાદી છે. ઝેલેન્સ્કીને ટ્રમ્પે આપેલી સલાહ કે, 'રશિયન ઓઇલ રીફાઇનરી ઉપર હુમલા ન કરો અને શાંતિ મંત્રણા શરૂ કરો.'ની ઝેલેન્સ્કીએ અવગણના કરતા કદાચ અમેરિકા યુક્રેનને અપાતા સપોર્ટ પ્રત્યે ઉદાસીન બની રહ્યું છે.