Get The App

ઈઝરાયલ પર દબાણ વધારે ભારત: ઈરાનની માંગણી, પાકિસ્તાન અંગે પણ આપ્યું મોટું નિવેદન

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ પર દબાણ વધારે ભારત: ઈરાનની માંગણી, પાકિસ્તાન અંગે પણ આપ્યું મોટું નિવેદન 1 - image


Mohammad Javad Hosseini Statement : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવભરી સ્થિતિ દરમિયાન ઈરાનના વાઇસ એમ્બેસેડર મોહમ્મદ જવાદ હુસૈનીએ ઈઝરાયલ પર દબાણ વધારવાને લઈને ભારતને અપીલ કરી છે. ઈરાને ભારત પાસેથી ઈઝરાયલની નિંદા કરવા અને તેના પર પ્રેશર બનાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, 'ભારત જેવો મોટો અને શાંતિનો સમર્થક દેશ, જે વૈશ્વિક દક્ષિણની અવાજ છે તેઓ ઈઝરાયલની અલોચના કરવા અગ્રણી ભૂમિકા નિભાની જોઈએ.' આ સાથે મોહમ્મદ જવાદ હુસૈનીએ પાકિસ્તાન અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. 

મોહમ્મદ જવાદ હુસૈનીએ કહ્યું કે, 'જો ઓક્ટોબર મહિનામાં હમાસ પર શરૂ કરાયેલા હુમલાઓ માટે ઈઝરાયલની વૈશ્વિક સ્તરે નિંદા કરવામાં આવી હોત, તો તે ક્યારેય ઈરાન જેવા સાર્વભૌમ દેશ પર હુમલો કરવાની હિંમત ન કરત.'

IAEA પર ઉઠ્યા સવાલો

હુસૈનીએ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, 'IAEA ખુદ કહ્યું હતું કે ઈરાન તરફથી કોઈ સૈન્ય પરમાણુ પ્રવૃત્તિ નથી ચાલી રહી. તેમ છતાં પણ તેમણે ઈઝરાયલનો પક્ષ લઈને ઈરાનના વિરુદ્ધમાં સૈન્ય કાર્યવાહીનું સમર્થન કર્યું. જેથી IAEA પર સવાલો ઉઠી રહ્યા છે.'

આ પણ વાંચો: ઇઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને 1 હજાર ભારતીય વિદ્યાર્થીઓ માટે એરસ્પેસ ખોલ્યો

'અમને પરમાણુ હથિયારોની જરૂર નથી...'

હુસૈનીએ સ્પષ્ટ કહ્યું કે, 'ઈરાનની રક્ષા નીતિમાં પરમાણુ હથિયારોનું કોઈ સ્થાન નથી અને દેશને પોતાની સુરક્ષા માટે તેની આવશ્યક્તા નથી. પરમાણુ હથિયાર અમારી રક્ષા નીતિનો ભાગ નથી. અમે અમારી સુરક્ષા જાતે કરી શકીએ છીએ. ઈરાન હથિયારો માટે યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું છે, તેવા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આ પ્રકારનો આરોપ વધુ એક એજન્ડા નક્કી કરવાની કોશિશ છે. હવે તો આ લોકો શાસન પરિવર્તનની વાતો કરી રહ્યાં છે.'

આ પણ વાંચો: ઈઝરાયલી હુમલામાં વધુ એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત, ઈરાને કહ્યું- ‘આવી સ્થિતિમાં વાતચીત અસંભવ’

પાકિસ્તાનના સેના પ્રમુખની અમેરિકા મુલાકાત બાદ યુએસ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરશે તેવી સવાલ પર હુસૈનીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન આવું કોઈ પગલું ભરશે નહી અને ઈઝરાયલી હુમલામાં ઈરાનનો સાથે આપશે. અમારી પાસે એવુ કેટલીક ક્ષમતાઓ છે કે, જે હજુ સુધી સામે નથી આવી. જેને અમે ભવિષ્ય માટે બચાવીને રાખી છે. 

Tags :