World

કાગળના ટુકડાથી સુરક્ષા નહીં મળે..., સાઉદી-તુર્કીયે-પાકિસ્તાના સૈન્ય કરાર પર લાલઘૂમ થયેલા ઈરાનની ધમકી

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે, 7 ઑગસ્ટે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીયે વચ્ચે 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' થયા છે. આ કરાર હેઠળ, કોઈપણ એક દેશ પર હુમલો ત્રણેય પર હુમલો ગણાશે. ઈરાને આ કરારની આકરી ટીકા કરી સાઉદી અરેબિયાને ધમકી આપતા કહ્યું કે, "કાગળના ટુકડાથી સુરક્ષા નહીં મળે." ઈરાનનું માનવું છે કે, સાઉદી અરેબિયાએ પોતાની નીતિ સુધારવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

કાગળના ટુકડાથી સુરક્ષા નહીં મળે..., સાઉદી-તુર્કીયે-પાકિસ્તાના સૈન્ય કરાર પર લાલઘૂમ થયેલા ઈરાનની ધમકી

Iran On Saudi Turkey Pakistan Joint Defence Agreement: પશ્ચિમ એશિયામાં ભારે તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે શુક્રવારે(7 ઑગસ્ટ) સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીયે એક સાથે મળીને સૈન્ય કરાર પર કર્યા છે. તેવામાં હવે આ કરારને લઈને ઈરાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જેમાં સાઉદી-તુર્કીયે-પાકિસ્તાના સૈન્ય કરાર પર લાલઘૂમ થયેલા ઈરાને સાઉદી અરેબિયા પર નિશાન સાધ્યું છે અને ધમકી આપી છે કે, 'કાગળના ટુકડાથી સુરક્ષા નહીં મળે…'

નોંધનીય છે કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ વચ્ચે તાજેતરમાં થયેલી બેઠક દરમિયાન 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર'ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

image.png

મક્કા કરાર પછી શું થશે?

ત્રણેય દેશો વચ્ચેના આ કરાર હેઠળ, સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાન માંથી કોઈપણ એક દેશ પર કરવામાં આવેલા હુમલાને ત્રણેય પર કરાયેલો હુમલો ગણાશે. તેનો ઉદ્દેશ્ય ત્રણેય દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક સુરક્ષા વધારવાનો છે.

ઈરાને કેમ સાધ્યું નિશાન?

નોંધનીય છે કે, સાઉદી અરેબિયા લાંબા સમયથી ઈરાન અને તેના પ્રાદેશિક સાથીઓ, જેમ કે હુતી બળવાખોરો તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો સામનો કરી રહ્યું છે. તેના તેલ ભંડાર અને મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે સાઉદી અરેબિયા હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઉપરાંત અન્ય રાષ્ટ્રો સાથે તેના સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે.

કરાર વિશે ઈરાને શું કહ્યું?

ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ આયોગના સભ્ય ઈબ્રાહિમ રેઝાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કરારની આકરી ટીકા કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, 'સાઉદી અરેબિયાએ સ્પષ્ટપણે સમજવું જોઈએ કે તુર્કીયે અને પાકિસ્તાન સાથે કરવામાં આવેલા આ કાગળ કરાર તેને સુરક્ષા પૂરી પાડી શકે નહીં.'

તેમણે એ વાત પર જોર દીધુ કે, છેલ્લા ઘણાં વર્ષનો અમેરિકા તરફનો ઝુકાવ તેમને સુરક્ષા પૂરી પાડી શક્યો નથી. સાંસદે વધુ કહ્યું કે, 'જો સાઉદી અરેબિયા પોતાની નીતિમાં સુધારો કરે તો તેમને બીજા પાસેથી સુરક્ષાની ભીષ માગવાની ક્યારેય જરૂર ન પડે.'

આ પણ વાંચો: ઈરાનનાં પ્રમુખ 'મોજતમા-ખામેનેઈને' કારમાં મળ્યા પરંતુ તે વ્યક્તિ મોજતબા જ હતી કે કેમ તે વિષે તેમને શંકા છે

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે ખાડી દેશોની મુશ્કેલી વધારી દીધી છે. આ યુદ્ધના કારણે લાલ સાગર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી જહાજોની અવરજવર પ્રભાવિત થઈ છે. તેવામાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીયેનું આ નવુ સૈન્ય ગઠબંધન પ્રાદેશિક રાજનીતિ માટે એક મોટો બદલાવ લાવવાની કોશિશ છે. પરંતુ ઈરાનની આ ચેતવણીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, પશ્ચિમ એશિયા ભૂ-રાજકીય તણાવ વધુ ઊંડો બની શકે છે.