World

ઈરાનનાં પ્રમુખ 'મોજતમા-ખામેનેઈને' કારમાં મળ્યા પરંતુ તે વ્યક્તિ મોજતબા જ હતી કે કેમ તે વિષે તેમને શંકા છે

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
તહેરાનમાં ઈરાનના પ્રમુખ પેઝેશ્કીયાન અને મોજતબા ખામેનેઈ વચ્ચે અંધારી રાત્રે એક અજ્ઞાત સ્થળે બંધ કારમાં ગૂઢ મુલાકાત થઈ. પેઝેશ્કીયાન ખામેનેઈને જોઈ શક્યા નહીં, માત્ર અવાજ સાંભળ્યો. થોડી મિનિટોની આ મુલાકાતમાં હસ્તધૂનન પણ થયું ન હતું. આ ઘટના ખામેનેઈના સ્વાસ્થ્ય અંગે અનેક તર્કોને જન્મ આપ્યો છે, કારણ કે ટ્રમ્પે અગાઉ તેમના ગંભીર રીતે ઘાયલ થયાનું જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનનાં પ્રમુખ 'મોજતમા-ખામેનેઈને' કારમાં મળ્યા પરંતુ તે વ્યક્તિ મોજતબા જ હતી કે કેમ તે વિષે તેમને શંકા છે
  • તહેરાનમાં અજ્ઞાત સ્થળે રાત્રીના અંધકારમાં કારમાં મળ્યા, પરંતુ તેમને જોઈ ન શક્યા : હાથ પણ મેળવ્યા નહીં

તહેરાન : એક તરફ મોજતબા ખામેનેઈની ક્યાં છે તે વિષે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તેવામાં ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાન અહીંનાં કોઈ અજ્ઞાત સ્થળે માત્ર થોડી મીનીટો પૂરતા જ તેઓને મળી શક્યા અને તે પણ અંધારી રાત્રીએ, કાળા કાચ ચઢાવેલી બંધ મોટરમાં જેમાં પેઝેશ્કીયાન તેમને જોઈ પણ શક્યા ન હતા. માત્ર અવાજ સંભળાતો હતો, જે ખામેનીનો હોવાનું લાગતું હતું.
આ બંધ મોટરમાં, ખામેનેઈ આગળની સીટ ઉપર બેઠા હતા, જ્યારે પેઝેશ્કીયાન પાછળની સીટ ઉપર બેઠા હતા. બંને વચ્ચે માત્ર થોડી મિનિટો સુધી જ વાતચીત થઈ હતી. તેઓ વચ્ચે હસ્તધૂનન પણ થયું ન હતું. આથી ખામેનેઈની તંદુરસ્તી અંગે બહુવિધ તર્કો શરૂ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે થોડા જ દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મોજતબા ખામેનેઇ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે.
બ્રિટનથી પ્રસિદ્ધ થતાં, ઈરાનનાં ઈન્ટરનેશનલે ખામેનેઈ-પેઝેશ્કીયાન મુલાકાત અંગે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
આ રીપોર્ટ ગત મે માસમાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી મુલાકાતથી તદ્દન વિરોધાભાસી જ રહ્યો છે. તે વખતે બંને નેતાઓ વચ્ચે અઢી-કલાક સુધી મંત્રણાઓ ચાલી હતી. તે મંત્રણા અંગે પ્રમુખ પેઝેશ્કીયાને કહ્યું હતું કે મંત્રણાઓ સાલસભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. પરંતુ આ વખતની મંત્રણાઓ તે મંત્રણા કરતાં તદ્દન જુદી જ હતી.
મંત્રણા માટે તેમને પહેલેથી જ જણાવ્યા પ્રમાણે પેઝેશ્કીયાનને શહેરનાં કોઈ તહેરાનના છેડાના ભાગે આવેલાં અજ્ઞાત સ્થળે લઈ જવાયા ત્યાં એક કાર ઊભી હતી. આસપાસ લાઇટો પણ ન હતી, કે મોટરની રૂફ લાઇટ પણ ચાલુ ન હતી. બારીનાં કાચ બંધ હતા અને કાળા હતા. તે મોટરમાં આગળની સીટમાં ખામેનેઈ બેઠા હતા, પરંતુ તેમનું મુખ દેખાતું ન હતું, કારણ કે, પેઝેશ્કીયાનને પાછળની સીટમાં બેસવા જણાવાયું હતું. આથી પેઝેશ્કીયાનને શંકા ગઈ કે, ખરેખર તે વ્યક્તિ જેની સાથે તેઓ વાત કરી રહ્યા છે. તે ખરેખર મોજતબા ખામેનેઈ હશે કે કેમ ? વળી આ મંત્રણા માત્ર થોડી મીનીટો પૂરતી જ ચાલી. આથી પેઝેશ્કીયાનને અત્યંત માઠું લાગ્યું હતું. કોઈ ઔપચારિક હસ્તધૂનન પણ કરવામાં આવ્યાં ન હતાં.
હવે બીજી મીટીંગ થશે કે કેમ ? તેવું મોટરમાંથી બહાર નીકળી બહાર ઉભેલાઓને પૂછ્યું ત્યારે સ્પષ્ટ 'ના' કહેવામાં આવી.
આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે 'ખામેનેઈ ખતમ થયા હોય તેમ ૯૦ ટકા લાગે છે. તેમની (ઈરાનની) પાસે નથી નેવી કે એરફોર્સ બધું જ ખતમ છે. એન્ટી-એરક્રાફ્ટ-ગન પણ ખતમ છે. તેમના લગભગ બધાં જ નેતાઓ ખતમ થઈ ગયા છે.' ટ્રમ્પનું આ કથન સાચું ઠર્યું હોય તેમ લાગે છે.