'અમેરિકનોને મારનારને અમે શોધી-શોધીને ખતમ કરીશું...', ટ્રમ્પના રક્ષા સચિવનું આક્રમક નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-US War News: ઈરાન-અમેરિકા યુદ્ધના ત્રીજા દિવસે વિનાશનો ખેલ ચાલી રહ્યો છે. ઈરાનની વિધ્વંસક મિસાઈલો સતત અમેરિકાના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવી રહી છે. જેના કારણે ખાડી દેશોમાં હડકંપ મચી ગયો છે. ગત શનિવારે અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર 907 કિલોના બોમ્બ ઝીંકી ટોચની નેતાગીરીનો સફાયો કરી દીધો. તેના જવાબમાં ઈરાને જે કહેર મચાવ્યો છે, તેની અસર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમગ્ર દુનિયા પર થઈ રહી છે. પણ જ્યારે અમેરિકી દૂતાવાસોને નિશાન બનાવવાની શરૂઆત થઈ, ત્યારે અમેરિકા ફરી એકવાર એક્શનમાં આવ્યું, અને ચેતવણી આપી કે પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જશે.
'..તો ધરતીના કોઈપણ ખૂણે જઈને મારી નાખીશું'
અમેરિકન રક્ષા સચિવ પીટ હેગસેથએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ પણ ખૂબ જ સુસંગત રહ્યું છે. ઈરાન જેવું કટ્ટરપંથી શાસન, જે ઈસ્લામિક માન્યતાઓમાં જકડાયેલું છે, તે પરમાણુ હથિયાર રાખી શકે નહીં. જે શાસને 'અમેરિકા મુર્દાબાદ' અને 'ઈઝરાયેલ મુર્દાબાદ'ના નારા લગાવ્યા, અમે તેને ભેટમાં મોત આપ્યું છે. હવે કોઈ પણ અમેરિકન નાગરિકોને જ્યાં પણ નુકસાન પહોંચાડશે, તેને ધરતીના કોઈપણ ખૂણે જઈને અમે મારીશું અને તેમાં કોઈ બે મત નથી.
અમેરિકન રક્ષા સચિવનું કડક વલણ
હેગસેથે કહ્યું કે, 'ઈરાનનો હઠાગ્રહ અને સ્પષ્ટ પરમાણુ મહત્વાકાંક્ષાઓ, વૈશ્વિક દરિયાઈ માર્ગોને નિશાન બનાવવા, અને બેલેસ્ટિક મિસાઈલો તથા ઘાતક ડ્રોનનો વધતો જથ્થો હવે સહન કરી શકાય તેવા જોખમો રહ્યા નથી. ઈરાન પોતાની પરમાણુ બ્લેકમેલિંગની મહત્વાકાંક્ષાઓ માટે એક પરંપરાગત કવચ બનાવવા માટે શક્તિશાળી મિસાઈલો અને ડ્રોન બનાવી રહ્યું હતું. ઈરાને જૂઠું બોલીને પરમાણુ બોમ્બ મેળવવાની કોશિશમાં અમારા માથા પર પારંપરિક બંદૂક તાકીને રાખી હતી.'
ઓબામાની નીતિનો કર્યો ઉલ્લેખ
'રાષ્ટ્ર પ્રમુખ ઓબામા અને તેમના ભયાનક કરાર હેઠળ આ લગભગ સફળ થઈ ગયું હતું, પરંતુ વર્તમાન રાષ્ટ્ર પ્રમુખ હેઠળ નહીં. હવે ખબર પડી કે જે શાસને 'અમેરિકા મુર્દાબાદ અને ઈઝરાયેલ મુર્દાબાદ' ના નારા લગાવ્યા હતા, તેને અમેરિકા અને ઈઝરાયેલ તરફથી મોતની ભેટ મળી. હેગસેથે એમ પણ કહ્યું કે આ કથાકથિત 'શાસન પરિવર્તન યુદ્ધ' નથી, પરંતુ શાસન ચોક્કસપણે બદલી દેવામાં આવ્યું છે જે દુનિયા માટે વધુ સારું છે.'








