World
ઈરાન-અમેરિકા હુમલા નહીં કરવા સંમત આ સપ્તાહે હોર્મુઝ અંગે દોહામાં મંત્રણા
By GS Team
29 Jun 20262 mins read
અમેરિકા-ઈરાન વચ્ચે 11 દિવસથી ચાલેલો યુદ્ધવિરામ અનિશ્ચિત બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ યુદ્ધવિરામ અસ્થિર બન્યો, જેમાં ઈરાનને ખતમ કરવાની વાત હતી. વોશિંગ્ટન અને તહેરાને તમામ ગતિશીલ કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. હોર્મુઝ સ્ટ્રેઈટ્સનો વિવાદ ઉકેલવા કતારમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની શક્યતા છે. બંને દેશો સ્થિરતા જાળવવા સહમત થયા છે.
Summarized by AI; it may make mistakes. Check important info
અમેરિકા-ઈરાન વચ્ચે 11 દિવસથી ચાલેલો યુદ્ધવિરામ અનિશ્ચિત બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ યુદ્ધવિરામ અસ્થિર બન્યો, જેમાં ઈરાનને ખતમ કરવાની વાત હતી. વોશિંગ્ટન અને તહેરાને તમામ ગતિશીલ કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. હોર્મુઝ સ્ટ્રેઈટ્સનો વિવાદ ઉકેલવા કતારમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની શક્યતા છે. બંને દેશો સ્થિરતા જાળવવા સહમત થયા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકા-ઈરાન યુધ્ધ વિરામને 11 દિવસ જ થયા ત્યાં તો યુધ્ધ વિરામ અનિશ્ચિત બન્યો : ઈરાન ન સમજે તો ખતમ કરવા ટ્રમ્પે સોગંદ ખાધા હતા
વોશિંગ્ટન : અમેરિકા-ઈરાન બંને પરસ્પર હુમલા નહીં કરવા સંમત થયા છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેઇટસનો વિવાદ ઉકેલવા કતારમાં ઉચ્ચ કક્ષાની બેઠક આ સપ્તાહે જ યોજાવાની શક્યતા છે. આ રીતે પરસ્પર એકબીજા સામે ધાક-ધમકીઓ પણ નહીં ઉચ્ચારવા બંને દેશો સંમત થયા છે. કારણ કે તેમ કરવાથી કશો માર્ગ નહીં નીકળે.
મહિનાઓ સુધી ચાલેલા આ યુધ્ધ અંગે અમેરિકાના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે આ પછી યુધ્ધ વિરામ કરવામાં આવ્યો પરંતુ તે અસ્થિર ભૂમિ ઉપર જ હતો.
આ અંગે નિરીક્ષકો કહે છે કે, જો ઈરાન નહીં સમજે તો તેને ખતમ કરી નાખીશું. તેમ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ધમકી પછી યુધ્ધ-વિરામ અસ્થિર બન્યો હતો.
એકસપોસ જણાવે છે કે વોશિંગ્ટન અને તહેરાને દરેક પ્રકારની ગતિશીલ કાર્યવાહી સ્થગિત કરવા નિર્ણય લીધો છે. તેઓએ સ્ટ્રાઇકસ અને અન્ય હુમલાઓ માટે વપરાતો શબ્દ પ્રયોગ કાતેરિક-એક્ટિવીટી સમજપૂર્વક ઉચ્ચાર્યો હતો.
એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે, બંને પક્ષો અત્યારે તો સ્થિરતા રાખવા સહમત થયા છે. કેટલીક ટેકનિકલ બાબતોની ચર્ચા ચાલી રહી છે. દરમિયાન જહાજો (હોર્મુઝ-સ્ટ્રેઇટસમાંથી) મુક્ત રીતે આવન-જાવન કરી શકે છે.
અમેરિકી અધિકારીઓ તેમ જ એક ત્રીજા સાધને પણ મંગળવારની બેઠકને પુષ્ટિ આપી હતી.
મંગળવારની આ બેઠક સ્વિત્ઝર્લેન્ડમાં યોજાવાની છે, તેમ પ્રાથમિક તબક્કે નક્કી થયું હતું. તેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા થવા સંભવ હતો. પરંતુ બંને વચ્ચે તાજેતરમાં થયેલી લશ્કરી ઘટનાઓ પછી મંત્રણા સ્થળ દોહામાં રાખવામાં આવ્યું તેમજ મંત્રણાના મુદ્દાઓ ટુંકાવી માત્ર હોર્મુઝ સ્ટ્રેઇટસ પુરતા જ રાખવામાં આવ્યા છે તેમ પણ કેટલાક સાધનો જણાવે છે.
દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે સાંજે (સ્થાનિક સમય પ્રમાણે) સ્પષ્ટ કહ્યું હતું કે, પ્રાથમિક સમજૂતી નીચે જ હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થતા વાહન વ્યવહારની વ્યવસ્થા ગોઠવવાનો ઈરાનને એકાધિકાર છે, આ માહિતી વોલ- સ્ટ્રીટ જર્નલે આપી હતી.
અમેરિકા અને ઈરાન હજી પણ વચગાળાની શાંતિ સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી થતી જહાજોની અવર-જવર તથા અમેરિકાએ મુકેલી ઘેરાબંધી હટાવવા તથા ઈરાન પર મુકાયેલા પ્રતિબંધો અને અતિ-સમૃદ્ધ બનેલા યુરેનિયમના જથ્થા અંગે વિવાદનો ઉકેલ શોધવા મથામણ થવાની છે.









