Get The App

ઈરાને અમેરિકાનું ટેન્શન વધાર્યું! 36 મિનિટમાં 12000 કિ.મી. દૂર નિશાન તાકતી મિસાઈલ તૈયાર કર્યાનો દાવો

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
Khorramshahr-5
(Representative Image)

Khorramshahr-5: ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામની ડેડલાઈન પહેલાં ઈરાને અમેરિકા સુધી પહોંચી શકે તેવી ખોર્રમશહર-5 (Khorramshahr-5) નામની મિસાઈલ બનાવી લીધી છે. આ મિસાઈલ ઈરાનની રાજધાની તેહરાનથી અમેરિકા પર આસાનીથી હુમલો કરી શકે છે. આને ઈરાનની સૌથી ખતરનાક મિસાઈલ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને ખોર્રમશહર સીરિઝની અગાઉની ચાર મિસાઈલોના પ્રક્ષેપણની જાણકારી દુનિયાને આપી હતી, પરંતુ પાંચમી મિસાઈલનું પ્રક્ષેપણ ચૂપચાપ કરી લીધું હોવાનું કહેવાય છે.

ખોર્રમશહર-5 મિસાઈલ: ઈરાનની અત્યાધુનિક મિસાઈલ

ખોર્રમશહર-5 ઈરાન દ્વારા વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક મિસાઈલ છે, જેનું નામ ઈરાનના જાણીતા શહેર ખોર્રમશહર પરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઈલને ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલ માનવામાં આવે છે. જો મિસાઈલની મુખ્ય વિશેષતા વિષે વાત કરીએ તો...

- મારક ક્ષમતા: આ મિસાઈલની મારક ક્ષમતા 12,000 કિલોમીટર છે.

- વોરહેડ: તે 2 ટન (લગભગ 2000 કિલો) વજનનો વોરહેડ લઈ જઈ શકે છે.

- ઝડપ: તેની ઝડપ 16 મેક (MAC) છે, જે અવાજની ગતિ કરતાં 16 ગણી વધારે છે.

અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખોર્રમશહર-5 જો તેહરાનથી છોડવામાં આવે તો તેને અમેરિકા પહોંચવામાં લગભગ 36 મિનિટનો સમય લાગશે. તેમજ તેહરાનથી અમેરિકાનું અંતર આશરે 11,000 કિલોમીટર છે, જે દર્શાવે છે કે આ મિસાઈલ અમેરિકા પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો: જર્મનીમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ટ્રેન પાટા પરથી ખડી પડી, 3ના મોત

વોરહેડની તાકાત

ઈરાની સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, ખોર્રમશહર-5નો 2 ટનનો વોરહેડ અમેરિકાના બંકર બસ્ટર બોમ્બ જેટલો શક્તિશાળી છે. નોંધનીય છે કે અગાઉ ઈરાન પરના હુમલા દરમિયાન અમેરિકાએ તેના 3 પરમાણુ ઠેકાણાઓ પર આવા બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

તાજેતરમાં, ઈઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાને ઈઝરાયલના શહેરો પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેના કારણે ઘણા શહેરોને નુકસાન થયું હતું. જોકે હજુ સુધી ખોર્રમશહર-5 મિસાઈલ અંગે અમેરિકા દ્વારા કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

ઈરાને અમેરિકાનું ટેન્શન વધાર્યું! 36 મિનિટમાં 12000 કિ.મી. દૂર નિશાન તાકતી મિસાઈલ તૈયાર કર્યાનો દાવો 2 - image

Tags :