જર્મનીમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે ટ્રેન પાટા પરથી ખડી પડી, 3ના મોત
Germany Train Derailed : જર્મનીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ જર્મનીમાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત મ્યુનિખથી 158 કિલોમીટર (98 માઇલ) પશ્ચિમમાં રીડલિંગેન નજીક થયો હતો.
ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. જોકે, પોલીસે કહ્યું છે કે અકસ્માતના કારણની તપાસ હજુ ચાલુ છે. ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અકસ્માત સ્થળની તસવીરોમાં ટ્રેનના ઘણા કોચ પલટી ગયેલા જોવા મળ્યા હતા, જેમાંથી બચાવ કાર્યકરો મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. અત્યાર સુધી અધિકારીઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. હાલમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે સ્પષ્ટ નથી.