World

'અમારી મિસાઈલોથી ડરી 'ડેડી' પાસે દોડ્યું ઈઝરાયલ...' ઈરાનનો કટાક્ષ, ટ્રમ્પને પણ ધમકાવ્યા

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસનું યુદ્ધ ખતમ થયા બાદ પણ તણાવ શરૂ જ છે. હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈઝરાયલની મજાક કરતા પ્રહાર કર્યા હતા. અરાઘચીએ ટ્રમ્પ માટે ઈઝરાયલના સંદર્ભમાં 'ડેડી' શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, 'ઈરાની મિલાઇલથી બચવા માટે ડેડી પાસે જવા સિવાયનો કોઈ વિકલ્પ નહતો.' નોંધનીય છે કે, થોડા સમય પહેલાં નાટો પ્રમુખ માર્ક રૂટે પણ મજાકમાં ટ્રમ્પને ડેડી કહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમારી મિસાઈલોથી ડરી 'ડેડી' પાસે દોડ્યું ઈઝરાયલ...' ઈરાનનો કટાક્ષ, ટ્રમ્પને પણ ધમકાવ્યા

Israel-Iran Conflict: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસનું યુદ્ધ ખતમ થયા બાદ પણ તણાવ શરૂ જ છે. હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈઝરાયલની મજાક કરતા પ્રહાર કર્યા હતા. અરાઘચીએ ટ્રમ્પ માટે ઈઝરાયલના સંદર્ભમાં 'ડેડી' શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, 'ઈરાની મિલાઇલથી બચવા માટે ડેડી પાસે જવા સિવાયનો કોઈ વિકલ્પ નહતો.' નોંધનીય છે કે, થોડા સમય પહેલાં નાટો પ્રમુખ માર્ક રૂટે પણ મજાકમાં ટ્રમ્પને ડેડી કહ્યું હતું. 

ઈઝરાયલની મજાક ઉડાવી

અરાઘચીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'મહાન અને શક્તિશાળી ઈરાનના લોકોએ દુનિયાને બતાવ્યું કે, ઈઝરાયલના શાસન પાસે અમારી મિસાઇલથી બચવા માટે ડેડી પાસે ભાગવા સિવાયનો કોઈ વિકલ્પ નહતો, તે ધમકી અને અપમાન સહન નથી કરી શકતા. ક્યારેક ભ્રમમાં કોઈ મોટી ભૂલ થઈ જાય તો ઈરાન પોતાની અસલી ક્ષમતા બતાવવામાં સંકોચ નહીં કરે, જે ઈરાનની શક્તિ વિશે દરેકનો ભ્રમ ખતમ કરી શકે છે.' 

આ પણ વાંચોઃ કેનેડાની મોટી કાર્યવાહી, CCTV બનાવતી જાણીતી ચાઇનીઝ કંપની ઉપર મૂક્યો પ્રતિબંધ

ઈરાની વિદેશ મંત્રીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માંગ કરી કે, 'જો ઈરાન સાથે કોઈપણ પ્રકારની કરાર ઈચ્છો છો, તો સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ સામે કરેલી અપમાનજનક ટિપ્પણીને પાછી લો.'

ટ્રમ્પ પર વળતો પ્રહાર

એક્સ પર કરેલી પોસ્ટમાં અરાઘચીએ કહ્યું કે, 'જો ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર કોઈ કરાર ઈચ્છે છે, તો તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા મહાન અયાતુલ્લા અલી ખામેનેઈ પ્રતિ અપમાનજનક અને સ્વીકાર્ય સ્વર છોડી દેવો જોઈએ અને તેમના લાખો સાચ્ચા અનુયાયીઓને ઠેસ પહોંચાડવાનું બંધ કરવું જોઈએ.'

આ પણ વાંચોઃ 'અમે અમારી ઇચ્છા પ્રમાણે જ કરીશું...' રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

અરાઘચીનો આ પોસ્ટનો સંદર્ભ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને કરાર કરવા વિશે હતો, જેને લઈને અમેરિકા સાથે વાટાઘાટોશરૂ થઈ હતી. જોકે, 13 જૂને ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ આ વાટાઘાટો પર બ્રેક લાગી હતી.