World

કેનેડાની મોટી કાર્યવાહી, CCTV બનાવતી જાણીતી ચાઇનીઝ કંપની ઉપર મૂક્યો પ્રતિબંધ

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
કેનેડા સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ચિંતાઓના કારણે ચીનની વીડિયો સર્વેલન્સ સાધનોનું ઉત્પાદક કરતી હિકવિઝન કંપનીને કેનેડામાં તમામ કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેનેડાના ઇનોવેશન, સાયન્સ અને ઉદ્યોગ મંત્રી મેલાની જોલીએ શુક્રવારે આ જાહેરાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડાની મોટી કાર્યવાહી, CCTV બનાવતી જાણીતી ચાઇનીઝ કંપની ઉપર મૂક્યો પ્રતિબંધ
(PHOTO - ENVATO)

Canada-China Relations: કેનેડા સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ચિંતાઓના કારણે ચીનની વીડિયો સર્વેલન્સ સાધનોનું ઉત્પાદક કરતી હિકવિઝન કંપનીને કેનેડામાં તમામ કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેનેડાના ઇનોવેશન, સાયન્સ અને ઉદ્યોગ મંત્રી મેલાની જોલીએ શુક્રવારે આ જાહેરાત કરી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાથી લીધો આ નિર્ણય

કેનેડાના ઉદ્યોગ મંત્રી મેલોની જોલીએ  27 જૂન, 2025ના રોજ જણાવ્યું હતું કે સરકારે ચીની સર્વેલન્સ સાધનો બનાવતી કંપની હિકવિઝનને કેનેડામાં કામ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'દેશમાં હિકવિઝનનું કામ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે એવું લાગી રહ્યું હતું. આથી કેનેડિયન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'

અમેરિકામાં પણ આ કંપની બ્લેક લિસ્ટ કરેલી છે

હિકવિઝન કંપની પહેલાથી જ ઘણી આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓના રડાર પર છે. અમેરિકાએ પહેલાથી જ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને યુરોપિયન યુનિયને પણ તેના પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. એવો આરોપ છે કે હિકવિઝનના ઉત્પાદનોનો ઉપયોગ ચીની સરકાર દ્વારા દેખરેખ, માનવાધિકાર ઉલ્લંઘન અને ઉઇગુર મુસ્લિમો પર અત્યાચાર માટે પણ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: 'અમે અમારી ઇચ્છા પ્રમાણે જ કરીશું...' રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

થોડા મહિના પહેલા જ્યારે માર્ક કાર્ને કેનેડામાં સત્તા સંભાળી હતી, ત્યારે ચીનની સરકારે કેનેડા સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કાર્નેને તેમની જીત બદલ અભિનંદન આપ્યા હતા અને કેનેડાને સંબંધો સુધારવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ચીન સાથે કામ કરવા વિનંતી કરી હતી.

પરંતુ હવે કેનેડાના આ પગલાના કારણે બંને દેશોના વેપાર અને રાજદ્વારી સંબંધ પર વધુ અસર પડી શકે છે. આ ઉપરાંત, કેનેડાએ ચીન પર દેશમાં ખોટી અને ગુપ્ત રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. એવામાં હવે જોવાનું એ રહ્યું કે કેનેડાના આ પગલા પર ચીન શું પ્રતિક્રિયા આપે છે.