World

ઈરાનના એકધારા હુમલાથી ઈઝરાયલ સંકટમાં, 10 દિવસ જ Iron Dom બચાવી શકશે? જાણો કેમ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન સાથે શરૂ ભીષણ મિસાઇલ યુદ્ધમાં ઈઝરાયલ ભલે ઈરાનના સૈન્ય માળખાને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યું હોય, પરંતુ તેની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર ઈરાન સતત પોતાનું દબાણ બનાવી રહ્યું છે. એક અમેરિકન રિપોર્ટ અનુસાર, ઈઝરાયલનો લૉન્ગ-રેન્જ મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સનો પૂરવઠો સતત ખતમ થઈ રહ્યો છે, જેના કારણે તેમની સંરક્ષણ ક્ષમતાઓની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના એકધારા હુમલાથી ઈઝરાયલ સંકટમાં, 10 દિવસ જ Iron Dom બચાવી શકશે? જાણો કેમ

Israel-Iran Conflict: ઈરાન સાથે શરૂ ભીષણ મિસાઇલ યુદ્ધમાં ઈઝરાયલ ભલે ઈરાનના સૈન્ય માળખાને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યું હોય, પરંતુ તેની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર ઈરાન સતત પોતાનું દબાણ બનાવી રહ્યું છે. એક અમેરિકન રિપોર્ટ અનુસાર, ઈઝરાયલનો લૉન્ગ-રેન્જ મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સનો પૂરવઠો સતત ખતમ થઈ રહ્યો છે, જેના કારણે તેમની સંરક્ષણ ક્ષમતાઓની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. 

ઈરાને ગત શુક્રવારથી અત્યાર સુધી ઈઝરાયલ પર આશરે 400 બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. વળી, ઈઝરાયલ પાસે લગભગ 10-12 દિવસનો ઇન્ટરસેપ્ટર સ્ટૉક વધ્યો છે. જો હુમલા આ જ ગતિએ શરૂ રહ્યા તો ઈઝરાયલની મુશ્કેલી વધી શકે છે. જણાવી દઈએ કે, ફક્ત Arrow સિસ્ટમની એક ઇન્ટરસેપ્ટ લગભગ 25 કરોડ રૂપિયાની પડે છે. એક ઈઝરાયલ અખબારે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, આખી રાત મિસાઇલ સંરક્ષણ પર 1 અરબ શેકેલ એટલે કે, 2380 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ જો ઈરાન ખામેનેઈની હત્યા કરે તો ઈરાનના આગામી સુપ્રીમ લીડર કોણ? જાણો ઉમેદવાર અને પ્રક્રિયા વિશે

'ઓપરેશન રાઇઝિંગ લાયન'ની શરૂઆત બાદ ઈઝરાયલે ઈરાન પર અનેક હવાઈ હુમલા કર્યા. સૈન્ય, પરમાણુ અને સંબંધિત ઠેકાણાને નિશાનો બનાવવામાં આવ્યો. ઈઝરાયલે ઈરાનના ત્રણમાંથી એક મિસાઇલ લૉન્ચરને નષ્ટ કરી દીધું છે. જોકે, ઈરાનની 2000 મિસાઇલમાંથી અડધાથી વધુ હજુપણ તેમની પાસે હાજર છે. તેમાંથી અનેક ગુપ્ત ભૂમિગત ઠેકાણામાં સંતાડીને રાખી હોવાની આશંકા છે. 

ઈઝરાયલની વધી મુશ્કેલ

ઈઝરાયલની મલ્ટી-લેયર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં Iron Dome, David's Sling, Arrow અને અમેરિકા પાસેથી મળેલી Patriot અને THAAD સામેલ છે. આ બધું જ હવે વધુ પડતા દબાણમાં છે. એક અમેરિકન અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, સિસ્ટમ પહેલાથી જ થાકી ગઈ છે. જલ્દી જ ઈઝરાયલે એ નક્કી કરવું પડી શકે છે કેસ કઈ મિસાઇલ ઇન્ટરસેપ્ટ કરવામાં આવે અને કઈ નહીં.

આ પણ વાંચોઃ દુનિયાના ટોપ-10 રહેવા લાયક શહેરોની યાદી જાહેર, જેમાં ભારત કે અમેરિકાનું એક પણ નહીં

ઈઝરાયલ પર તેજ થયા હુમલા

શુક્રવારે રાત્રે અમુક ઈરાની મિસાઇલ ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી તેલ અવીવમાં આઈડીએફ મુખ્યાલય પાસે પડી હતી. રવિવારે એક મિસાઇલ હુમલાના કારણે હાઇફા પાસે એક તેલ રિફાઇનરી બંધ કરવી પડી. મંગળવારે સવારે સોશિયલ મીડિયા વીડિયોમાં તેલ અવીવરની ઉત્તરમાં ખુફિયા પરિસર પાસે અનેક મિસાઇલ વિસ્ફોટ જોવા મળ્યા હતા. અત્યાર સુધી ઈઝરાયલની સરકારે 24 લોકોના મોત અને 600થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી સામે આવી છે. 

ઈઝરાયલ માટે હવે સૌથી મોંઘા અને એડવાન્સ ડિફેન્સ શીલ્ડને બચાવી રાખવાનો પડકાર બની રહ્યો છે. એવામાં જો અમેરિકાથી જલ્દી ઇન્ટરસેપ્ટનો પૂરવઠો અથવા પ્રત્યક્ષ સૈન્ય મદદ નહીં મળે તો ઈઝરાયલની સંરક્ષણ પ્રણાલી આવનારા અમુક દિવસોમાં તૂટી શકે છે.