દુનિયાના ટોપ-10 રહેવા લાયક શહેરોની યાદી જાહેર, જેમાં ભારત કે અમેરિકાનું એક પણ નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World’s Best City To Live In: આખી દુનિયા ફરવા નીકળ્યા હોય પણ ઘરે પહોંચ્યા બાદ જેવો હાશકારો અને સુરક્ષા અનુભવાય છે, તેવો અનુભવ ભાગ્યે જ ક્યાંક થતો હશે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઘરની સાથે સાથે કેવા શહેરમાં રહો છો, તે પણ મહત્ત્વનું છે. હાલમાં જ ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જારી 2025 ગ્લોબલ લિવેબલિટી ઈન્ડેક્સમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઈન્ડેક્સમાં આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, અને સુરક્ષાના માપદંડો સાથે રહેવા લાયક ઉત્કૃષ્ટ શહેરોની યાદીમાં ભારતનું સ્થાન ટોપ-10માં પણ નથી. ભારત તો છોડો અમેરિકાના પણ એકપણ શહેરનું નામ ટોપ-10માં નથી.
અમેરિકા અને ભારતનું એકપણ શહેર રહેવા લાયક નહીં!
EIUના રિપોર્ટ અનુસાર, રહેલા લાયક ઉત્કૃષ્ટ શહેરોની ટોપ-10 યાદીમાં અમેરિકા કે ભારતનું એકપણ શહેર સામેલ નથી. જ્યારે ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડના અનેક શહેરો ટોપ-10 યાદીમાં સામેલ થયાૌ 1 છે. જ્યાં શહેરી જીવનધોરણની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા અને ઝડપથી ઉભરી રહેલા ભારતીય અર્થતંત્રમાં એકપણ શહેર આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને સુરક્ષાના ધોરણે રહેવા લાયક ટોચના શહેરોમાં સ્થાન ધરાવતા નથી.
ઓસ્ટ્રિયાના વિયેનાએ સ્થાન ગુમાવ્યું
ધ ઇકોનોમિસ્ટ મુજબ, યાદીમાં ટોચ પર ડેનમાર્કની રાજધાની કોપનહેગન છે, જેણે બે વર્ષ બાદ વિયેનાને પાછળ પાડી અવ્વલ સ્થાન લીધું છે. વિયેનાએ લાંબા સમયથી આ યાદીમાં પોતાનું જાળવી રાખેલુ સ્થાન તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ગુમાવ્યું છે. હાલમાં જ વિયેનામાં ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં સહિત અન્ય સ્થળો પર આતંકવાદી હુમલા થયા હતાં. જો કે, આ હુમલા નિષ્ફળ રહ્યા હતાં. જેથી વિયેનાનો સ્ટેબિલિટી સ્કોર ઘટ્યો હતો. વિયેના હવે બીજા ક્રમે છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડનું ઝુરિચ ત્રીજા સ્થાને છે. મેલબર્ન, જિનિવા, સીડની ચોથા-પાંચમા-છઠ્ઠા ક્રમે છે. આ યાદીમાં ઉચ્ચ સ્થિરતા, કાર્યક્ષમ માળખાગત સુવિધાઓ ધરાવતા નાના અને સુવ્યવસ્થિત શહેરો આગળ વધી રહ્યા છે.
ટોચના રહેવા લાયક સુરક્ષિત શહેરો
1. કોપનહેગન, ડેનમાર્ક
2. વિયેના, ઑસ્ટ્રિયા
3. ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
4. મેલબર્ન, ઑસ્ટ્રેલિયા
5. જિનિવા, સ્વિટ્ઝર્લૅન્ડ
6. સિડની, ઑસ્ટ્રેલિયા
7. ઓસાકા, જાપાન
8. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ
9. એડિલેડ, ઑસ્ટ્રેલિયા
10. વેનકુવર, કેનેડા
આ રીતે થાય છે રેન્કિંગ
રેન્કિંગ પાંચ મુખ્ય કેટેગરી પર આધારિત છે: હેલ્થકેર, શિક્ષણ, સ્થિરતા, સંસ્કૃતિ અને પર્યાવરણ, તથા માળખાગત સુવિધાઓ. જ્યારે હેલ્થકેર અને શિક્ષણના સ્કોર સુસંગત રહે છે, તે સ્થિરતાનો સંકેત આપે છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, આતંકવાદ અને નાગરિકોના આંતરિક સંઘર્ષથી પ્રભાવિત ઘણા શહેરોની સ્થિરતાના રેન્કિંગ બદલાયા છે. નોંધનીય છે કે, કોપનહેગન આ વર્ષે સંપૂર્ણ સ્થિરતાનો સ્કોર મેળવનારા માત્ર છ શહેરો પૈકી એક હતું. નોંધનીય છે, ઓસ્ટ્રેલિયાના ત્રણ શહેરો મેલબર્ન, સીડની અને એડિલેડ વિશ્વના ટોચના 10 રહેવા યોગ્ય શહેરોમાં સામેલ થયા છે.
દક્ષિણ એશિયામાં વધુ પડતું પ્રદુષણ, વસ્તીવધારો અને ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે ત્યાંના શહેરોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું નથી. પાકિસ્તાન સાથે સરહદી તણાવ, આતંકવાદી હુમલાના કારણે ભારતનો સ્થિરતાનો સ્કોર ઘટ્યો છે.









