World

પરમાણુ હથિયાર બનાવીને જ રહેશે ઈરાન, NPTથી બહાર નીકળવાની તૈયારી

By GS TEAM
16 Jun 20253 mins read
TukuTouch Logo
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એક-બીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે. પરમાણુ સંધિને લઈને ફરી યુદ્ધ શરુ થયું છે. તેના પર મોટી અપડેટ આપતાં ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બાઘઈએ જણાવ્યું છે કે, ઈરાન સંસદ પરમાણુ અપ્રસાર સંધિ(Nuclear Non-Proliferation Treaty)માંથી બહાર નીકળવા માટે એક બિલ તૈયાર કરી રહ્યું છે. ઈરાન સામૂહિક વિનાશના હથિયારોનો વિરોધ કરે છે, અમે પરમાણુ હથિયાર બનાવવાના પક્ષમાં નથી. ઈરાનના આ નિર્ણયથી અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં ચિંતા વધી શકે છે. કારણકે, ઈરાન જો સંધિમાંથી બહાર નીકળ્યું તો તેના માટે પરમાણુ હથિયાર બનાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરમાણુ હથિયાર બનાવીને જ રહેશે ઈરાન, NPTથી બહાર નીકળવાની તૈયારી

Iran Israel War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એક-બીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે. પરમાણુ સંધિને લઈને ફરી યુદ્ધ શરુ થયું છે. તેના પર મોટી અપડેટ આપતાં ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બાઘઈએ જણાવ્યું છે કે, ઈરાન સંસદ પરમાણુ અપ્રસાર સંધિ(Nuclear Non-Proliferation Treaty)માંથી બહાર નીકળવા માટે એક બિલ તૈયાર કરી રહ્યું છે. ઈરાન સામૂહિક વિનાશના હથિયારોનો વિરોધ કરે છે, અમે પરમાણુ હથિયાર બનાવવાના પક્ષમાં નથી. ઈરાનના આ નિર્ણયથી અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં ચિંતા વધી શકે છે. કારણકે, ઈરાન જો સંધિમાંથી બહાર નીકળ્યું તો તેના માટે પરમાણુ હથિયાર બનાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.

ઈરાને પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કરતી વખતે હથિયાર ન બનાવવાનું વચન આપ્યું હતું. તેમ છતાં તેણે યુરેનિયમ એનરિચમેન્ટ શરુ કર્યા હોવાના અહેવાલો મળતાં ઇઝરાયલ, અમેરિકા સહિતના દેશોમાં ચિંતા વધી છે અને અમુક દેશોને શંકા છે કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. એવામાં આ સંધિમાંથી સત્તાવાર ધોરણે બહાર નીકળ્યા બાદ ઈરાન માટે પરમાણુ હથિયાર બનાવવાનો માર્ગ મોકળો બની શકે છે. 

તણાવ બાદ લેવાયો નિર્ણય

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને જણાવ્યું કે, ઈરાનનો પરમાણુ હથિયાર વિકસિત કરવાનો કોઈ ઉદ્દેશ નથી. પરંતુ તે ન્યૂક્લિયર એનર્જી અને રિસર્ચના પોતાના હકનું પાલન કરશે. તેમણે સામૂહિક વિનાશના હથિયારો વિરુદ્ધ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના ધાર્મિક ફરમાનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત વણસી રહી છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય મથકોની સાથે ન્યૂક્લિયર સાઇટ્સને પણ ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. બીજી બાજુ ઈરાન પણ તેલ અવીવમાં ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ ઇઝરાયલ-ઈરાન વચ્ચે પાકિસ્તાન કેમ ધ્રુજી ઉઠ્યું? કહ્યું- અમે બરબાદ થઈ જઈશું

ઈરાનમાં 400થી વધુ લોકો માર્યા ગયા

ઇઝરાયલ દ્વારા રવિવાર રાતથી થઈ રહેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં ઈરાનની પરમાણુ સાઇટ, ઓઇલ ડેપો, અને અન્ય રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે. ઈરાનમાં 400થી વધુ લોકો માર્યા ગયા છે. ઈરાનના વળતા પ્રહારમાં ઇઝરાયલમાં અમુક રહેણાંક વિસ્તારોને પણ નુકસાન થયું છે. ઇઝરાયલમાં 16 લોકોના મોત થયા છે.

યુએસની મદદથી પરમાણુ કાર્યક્રમ

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ 2018થી ઝડપથી આગળ વધી રહ્યો છે. અમેરિકાએ તહેરાનના યુરેનિયન એનરિચમેન્ટ કેપેસિટીને સીમિત કરવાની ડીલમાંથી પીછેહટ કરી હતી. જે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી છે. ઈરાનનું કહેવું છે કે, તેમનો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પરમાણુ એનર્જી એજન્સીએ વારંવાર ચેતવણી આપી છે કે, જો દેશ ઇચ્છે તો અનેક પરમાણુ બોમ્બ બનાવી શકે છે. તેની પાસે પર્યાપ્ત યુરેનિયમ છે. અમેરિકાની મદદથી 1957માં પોતાનો પરમાણુ કાર્યક્રમ શરુ કર્યો હતો. પરંતુ તેનો ઉદ્દેશ પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાનો હતો. જો કે, બાદમાં ઈરાનના ઉદ્દેશો પર શંકા થતાં અમેરિકાએ પોતાનો સહયોગ પરત ખેંચ્યો હતો. ત્યારબાદ આ કરારના ઉલ્લંઘનના આરોપો મૂકાતા રહ્યા છે.