ઈરાને પહેલીવાર ખૈબર મિસાઈલ ઝીંકી, ઈઝરાયલનું IRON DOM પણ શોધતું રહી ગયું
Images Sourse: Envato |
Iran Kheiber Shekan Missile: ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ 20મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર ખૈબર શકેન (Kheibar Shekan) નામની અદ્યતન બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. આ હુમલો બેન ગુરિયન એરપોર્ટ અને ઈઝરાયલી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવી હતી. ત્યારે ચાલો જાણીએ ખૈબર શકેન મિસાઈલ અને તેની અસરો વિશે...
ઈરાનનું ઘાતક હથિયાર ખૈબર શેકાન મિસાઈલ
ખૈબર શેકાન ઈરાનની સૌથી આધુનિક અને શક્તિશાળી મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલોમાંની એક છે. તેનું નામ સાતમી સદીના ખૈબર યુદ્ધથી પ્રેરિત છે, જે ઈસ્લામિક ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ યુદ્ધ હતું. આ મિસાઈલ ઈરાનની લશ્કરી શક્તિનું પ્રતીક છે. તે ખાસ કરીને દુશ્મન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને ચકમો આપવા માટે બનાવવામાં આવી છે.
ખૈબર શેકન મિસાઈલની ખાસિયત
ખૈબર શેકન મિસાઈલની 1,450 કિ.મી, જે ઈરાનથી ઈઝરાયલ સુધી સરળતાથી પહોંચી શકે છે અને 1500 કિલોગ્રામ સુધીના વોરહેડ્સ વહન કરી શકે છે. ખૈબર શેકન મિસાઈલ સેટેલાઇટ નેવિગેશન અને કંટ્રોલ ફિન્સથી સજ્જ, જે તેને સચોટ રીતે લક્ષ્ય બનાવવા અને હવાઈ સંરક્ષણમાં પ્રવેશ કરવા સક્ષમ બનાવે છે.
ઘન ઈધણ પર ખૈબર શેકન મિસાઈલ ચાલે છે, જેના કારણે તે ઝડપથી અને સુરક્ષિત રીતે લોન્ચ થઈ શકે છે. ઘન ઇંધણવાળી મિસાઇલો પ્રવાહી ઈંધણવાળી મિસાઇલો કરતાં તૈયાર થવામાં ઓછો સમય લે છે, જેના કારણે દુશ્મનને હુમલો કરતા પહેલા તેનો નાશ કરવાની ઓછી તક મળે છે. તેમાં મેન્યુવરેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MaRV) છે, જે મિસાઈલને વાતાવરણમાં ઉડતી વખતે દિશા બદલવાની ક્ષમતા આપે છે. આ તેને ઈઝરાયલના આયર્ન ડોમ જેવી મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓને ટાળવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: ઈરાન પર હુમલા બાદ દુનિયાભરમાં ક્રૂડ ઓઇલને લઈને ચિંતા! ભારતે અપનાવી ખાસ વ્યૂહનીતિ
આ મિસાઇલ ક્લસ્ટર વોરહેડ્સનો ઉપયોગ કરી શકે છે જે મોટા વિસ્તારમાં વિનાશ લાવી શકે છે. IRGCએ દાવો કર્યો હતો કે આ મિસાઇલનો ઉપયોગ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3ના 20મા લહેરમાં કરવામાં આવ્યો હતો, જેમાં પ્રવાહી અને ઘન ઈંધણવાળી મિસાઇલોનું મિશ્રણ હતું.
ઈઝરાયલ પર 20મી વખત મિસાઇલ હુમલાની કર્યો
અહેવાલો અનુસાર, 22મી જૂને ઈરાન દ્વારા ઈઝરાયલ પર 20મી વખત મિસાઇલ હુમલો કર્યો. જેમાં ખૈબર શેકેન મિસાઈલોનો ઉપયોગ પહેલીવાર કરાયો છે.
ઈરાન દ્વાર તેલ અવીવ નજીક આવેલું બેન ગુરિયન એરપોર્ટને નિશાન બનાવવાનો હેતુ ઈઝરાયલના હવાઈ ટ્રાફિક અને લશ્કરી પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરવાનો હતો. બીજી તરફ કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર્સ, લોજિસ્ટિક્સ બેઝ અને જૈવિક સંશોધન કેન્દ્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેલ અવીવ અને હાઇફા જેવા શહેરોના રહેણાંક વિસ્તારોમાં પણ મિસાઇલોનો હુમલો થયો.
ખૈબર શેકન મિસાઈલનું મહત્ત્વ
ખૈબર શેકન મિસાઇલનો ઉપયોગ ઈરાનની લશ્કરી વ્યૂહરચનામાં એક મોટો ફેરફાર દર્શાવે છે. આ મિસાઇલ ફક્ત ઈઝરાયલની સંરક્ષણ પ્રણાલીને પડકારતી નથી, પરંતુ ઈરાનની તકનીકી પ્રગતિ પણ દર્શાવે છે. IRGCએ દાવો કર્યો હતો કે આ મિસાઈલે ઈઝરાયલની સંરક્ષણ પ્રણાલીને એકબીજા સાથે અથડાવાની ફરજ પાડી હતી, જેના કારણે ઘણી મિસાઇલો તેમના લક્ષ્યો સુધી પહોંચી શકી હતી. જો કે, ઇઝરાયલે કહ્યું હતું કે 'મોટાભાગની મિસાઇલોને અટકાવી દીધી હતી અને તેના લશ્કરી થાણાઓને કોઈ મોટું નુકસાન થયું નથી.'