Get The App

ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક-સુપર સોનિક મિસાઈલોનો મારો ચલાવ્યો, 6ના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત

ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને ઓઈલ ઠેકાણાઓને નિશાન બનાવી કર્યો મોટો હુમલો

Updated: Jun 15th, 2025

GS TEAM

Google News
Google News
ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક-સુપર સોનિક મિસાઈલોનો મારો ચલાવ્યો, 6ના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Israel vs Iran Updates : ઈરાનને પરમાણુ કરાર કરી લેવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકાએ ઈઝરાયલ મારફતે ઈરાન વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરાવી દીધી છે ત્યારે આ ભીષણ યુદ્ધના પરિણામ હવે દેખાવા લાગ્યા છે. ઈઝરાયલ ઈરાનના પરમાણુ અને ઓઈલ ક્ષેત્રોને નિશાન બનાવી ભીષણ હુમલા કરી રહ્યું છે. જેની સામે ઈરાને પણ પીછેહઠ ન કરતાં બેલેસ્ટિક અને સુપરસોનિક જેવી ખતરનાક મિસાઈલોનો મારો ચલાવ્યો છે. 



તેલ અવીવ અને હાઇફા શહેરને ઈરાને કર્યા ટારગેટ 

ઈઝરાયલની રાજધાની ગણાતી તેલ અવીવમાં તથા હાઈફા શહેરમાં ઈરાને ભયાનક હુમલા શરૂ કર્યા છે. પહેલા ડ્રોન અને પછી બેલેસ્ટિક તથા સુપરસોનિક જેવી ઘાતક મિસાઈલો વડે ઈરાને ઈઝરાયલમાં અફરાતફરી મચાવી દીધી છે. ઈરાને પ્રોજેક્ટાઈલ વડે પણ હુમલા કરી તેલ અવીવ અને હાઇફા શહેરને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 6 ઈઝરાયલીઓના મોત તથા 130 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. 



ઈઝરાયલે ઈરાનના ઓઈલ ડેપોને બનાવ્યું નિશાન 

બીજી બાજુ ઈઝરાયલે ઈરાનમાં શનિવારે રાતે ભીષણ બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયલની મિસાઈલોએ રાજધાની તહેરાનની ઉત્તર પશ્ચિમે શાહરાન શહેરમાં ઓઈલ ડેપોને નિશાન બનાવી હુમલા કર્યા હતા. જેના બાદ ભીષણ આગના દૃશ્યો સામે આવ્યા હતા. 



Tags :