World

હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા જહાજ પર ઈરાને કર્યા 4 ડ્રોન હુમલા, ભડકેલા ટ્રમ્પે આપી કડક ચેતવણી

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 26 જૂન, 2026ના રોજ ઈરાન પર યુદ્ધવિરામ ભંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક કોમર્શિયલ જહાજ 'એવર લવલી' પર 25 જૂને ડ્રોન હુમલો થયો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, આ હુમલો ઈરાન દ્વારા કરાયો હતો, જેમાં અમેરિકી સેનાએ 3 ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ઘટનાથી વૈશ્વિક તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા જહાજ પર ઈરાને કર્યા 4 ડ્રોન હુમલા, ભડકેલા ટ્રમ્પે આપી કડક ચેતવણી

Iran Drone Attacks On Ships Flouts Ceasefire : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે 26 જૂન 2026ના રોજ ઈરાન પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક કોમર્શિયલ જહાજ પર 25 જૂનના રોજ થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ આકરૂં નિવેદન આપ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ હુમલો ઈરાન તરફથી કરવામાં આવ્યો હતો, જેમાં અમેરિકી સેનાએ ત્રણ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા.

ટ્રમ્પે ઈરાન પર લગાવ્યો સીઝફાયર તોડવાનો આરોપ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા જહાજો પર ઓછામાં ઓછા 4 વન-વે એટેક ડ્રોન ઝિંક્યા હતા. આમાંથી એક ડ્રોન સીધું જઈને એક મોંઘા કોમર્શિયલ જહાજના ઉપરના ભાગે અથડાયું હતું. આ હુમલાથી જહાજને નુકસાન તો થયું છે, પરંતુ તે આગળ વધવામાં સફળ રહ્યું છે. જ્યારે બાકીના 3 ડ્રોનને અમેરિકી સેનાએ હવામાં જ તોડી પાડ્યા હતા.' ટ્રમ્પે આ ઘટનાને સીઝફાયર કરારનું એક મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન ગણાવ્યું છે.

ઈરાનની ધમકીના થોડા જ કલાકોમાં થયો હુમલો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની એજન્સી ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO)એ હોર્મુઝના રૂટ પર ફસાયેલા જહાજો અને નાવિકોને સુરક્ષિત બહાર કાઢવાની પોતાની કામગીરી હાલ પૂરતી રોકી દીધી છે.

વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સે અમેરિકી અધિકારીઓના અહેવાલો હેઠળ જણાવ્યું છે કે, 'ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને આ હુમલો ઈરાનની એ ધમકીના થોડા જ કલાકો બાદ થયો હતો, જેમાં તેણે ચેતવણી આપી હતી કે, જો જહાજો તેના દ્વારા નક્કી કરાયેલા રૂટનું પાલન નહીં કરે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

સિંગાપોરના ફ્લેગ વાળા જહાજ 'એવર લવલી'ને બનાવાયું નિશાન
બ્રિટિશ નૌસેનાની એજન્સી (UKMTO)ના જણાવ્યા અનુસાર, ઓમાનના દરિયાકાંઠા નજીક આ જહાજ પર મિસાઈલ અથવા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજના કંટ્રોલ રૂમ વાળા હિસ્સાને નુકસાન પહોંચ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે, કોઈ પણ નાવિક ઘાયલ થયું નથી. બાદમાં સૂત્રો દ્વારા આ જહાજની ઓળખ સિંગાપોરનો ધ્વજ ધરાવતા 'એવર લવલી' (Ever Lovely) તરીકે થઈ હતી.

આ ઘટના બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, અને દરિયાઈ વેપાર માર્ગ પર જોખમ વધી ગયું છે.