ટ્રમ્પનાં નિશ્ચિત લોકેશનની ઈરાનને માહિતી હતી જ : તે મિસાઇલ રાખનાર તૂર્કીમાં પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પનું ખાસ વિમાન એર ફોર્સ વન ઉડાડી દેવાનું હતું : રીપોર્ટ
- પ્રમુખ ટ્રમ્પની હત્યાનો આ ત્રીજો પ્રયાસ હતો : ૨૦૨૪માં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી કાનને છરકો કરી ચાલી ગઈ : ફલોરિડામાં ગોલ્ફ-કોર્સ બહાર શસ્ત્રધારી પકડાઈ ગયો
નવી દિલ્હી : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની ઈરાને પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. નાટો શિખર પરિષદ સમયે ટ્રમ્પ કઈ હોટેલમાં, કેટલા વાગે આવેલ ક્યા નંબરના સૂટમાં તેઓ ઉતર્યા છે તેની પણ તેને ચોક્કસ માહિતી હતી. ટ્રમ્પને ખતમ કરવા ખભા ઉપર રાખેલા નળાકારમાંથી મિસાઇલ છોડી ટ્રમ્પને ખતમ કરવા એક તે હોટેલ પાસે આંટા મારતો પકડાઈ ગયો અને પ્રમુખની જાન બચી ગઈ.
પેન્ટાગોનને પાકે પાયે તે પણ જાસૂસી માહિતી મળી હતી કે પ્રમુખ ટ્રમ્પનું ખાસ વિમાન એરફોર્સ-વન અધવચ્ચે આકાશમાં જ ઉડાડી દેવા મોસ્ટ પાવરફુલ મિસાઇલ્સ તૈનાત રખાયા હતા. ઈરાનની આ સાજીશની પણ પેન્ટાગોનને માહિતી મળી ગઈ હતી.
તેથી ટ્રમ્પ પહેલાં તો એરપોર્ટ ઉપર પ્લેન સુધી જવા નીકળ્યા ત્યારે અન્ય કોઈ વાહનને બદલે કેટરિંગ વોકસીઝ લઈ જતાં વાહન કેટરિંગ કન્ટેનરમાં બેઠા. પહેલાં તે કન્ટેનર એરફોર્સ-વન તરફ ગયું પછી તુર્ત જ બીજા રનવે પર ઉભેલા અન્ય લશ્કરી વિમાન તરફ ગયું. પ્રમુખ ક્યારે તે વિમાનમાં બેસી ગયા તેની પણ કોઈને ખબર ન પડી. બીજી તરફ પ્રમુખ સાથે અંકારાથી વોશિંગ્ટન તરફ જવા તૈયાર રખાયેલાં એરફોર્સ-વન વિમાનમાં બેસી ગયેલા હતા.
ટ્રમ્પને લઈ બીજું વિમાન ઉપડે તે પહેલાં તો એરફોર્સ-વન આકાશ સ્થિત થઈ ગયું. પછી બીજા રનવે ઉપરથી ૨૦-૧૦ યુદ્ધ વિમાન આકાશ સ્થિત થયું. આમ પ્રમુખનો જાન લેવાની સાજીશ નકામી કરાયું.
ડોનાલ્ડ ટ્રમ્પનો જાન લેવાની આ ચોથી સાજીશ હતી. સૌથી પહેલાં તો ટ્રમ્પ હજી પ્રમુખ થયા ન હતા અને ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત હતા ત્યારે તેમના ઉપર ગોળીબાર કરાયો પરંતુ સહેજ માટે બચી ગયા. ગોળી તેમના કાન ઉપર છરકો કરી ચાલી ગઈ તે પછી તે પછી ફલોરિડાના તેમના અંગત ગોલ્ફ કોર્સ ફરતી કાંટાળી વાડ પાછળ બંદૂક લઈને છુપાયેલો શખ્સ પકડાયો હતો આમ છતાં પ્રમુખ ચાર ચાર હત્યાના પ્રયાસો છતાં બચી ગયા છે.









