તહેરાન, 29 જુન 2020 સોમવાર
ઈરાને બગદાદમાં થયેલા એક ડ્રોન હુમલામાં માર્યા ગયેલા તેના ટોચના જનરલનાં મોતનાં મામલે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડઝનેક અન્ય લોકોની ધરપકડ માટે વોરંટ જારી કરવા ઇન્ટરપોલની મદદ માંગી છે.
તેહરાનનાં એક ફરિયાદી અલી અલકાસિમેહરે સોમવારે કહ્યું કે 3 જાન્યુઆરીએ થયેલા ડ્રોન હુમલામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત ઈરાનના જ અન્ય 30 લોકો સામેલ હતા. તેમના પર હત્યા અને આતંક ફેલાવવાનો આરોપ છે.
અર્ધ-સરકારી સમાચાર એજન્સી ISNAનાં એક રિપોર્ટ મુજબ, સ્થાનિક ફરિયાદી અલી અલકાસિમેહરે કહ્યું હતું કે ટ્રમ્પ અને 30થી વધુ લોકો જેમના પર ઈરાને 3 જાન્યુઆરીએ બગદાદમાં થયેલા હવાઇ હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
જેમાં જનરલ કાસિમ સોલેમાનીની હત્યા થઇ હતી. ટ્રમ્પ અને અન્ય 30 લોકો પર પણ ખૂન અને આતંકવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અલકાસિમેહરે ટ્રમ્પ ઉપરાંત અન્ય કોઈની ઓળખ કરી ન હતી પરંતુ ભારપૂર્વક કહ્યું હતું કે ઈરાન ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી પણ તેમની સામે કાર્યવાહી ચલાવશે. ફ્રાન્સના લિયોન સ્થિત ઇન્ટરપોલે હાલમાં કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
અલકાસિમેરે એમ પણ કહ્યું હતું કે ઈરાને ટ્રમ્પ અને અન્ય લોકો માટે રેડ કોર્નર નોટિસની વિનંતી કરી હતી ઇન્ટરપોલ દ્વારા જારી કરેલી ઉચ્ચતમ સ્તરની ધરપકડ વિનંતીનું તે પ્રતિનિધિત્વ કરે છે.
આ સંભવ નથી કે ઇન્ટરપોલ ઈરાનની આ વિનંતી સ્વીકારશે કારણ કે તેમની માર્ગદર્શિકા અનુસાર, તે "રાજકીય પ્રકૃતિ" ની બાબતમાં દખલ કરી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે જનરલ સુલેમાનીનાં મોતનો અમે બદલો લેવાનો નિર્ધાર ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ અલી ખામનેઇએ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુલેમાનીની મોતના લીધે અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ બમણો થઇ ગયો છે.


