‘જો ટ્રમ્પ પરમાણુ ડીલ કરવા માંગતા હોય તો...’ ગભરાયેલા ઈરાનની યુદ્ધ અટકાવવા અમેરિકાને વિનંતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Israel War : ઈઝરાયલના ભયાનક હુમલાથી ઈરાને પાછી પાની કરી હોય, તેમ અમેરિકા સાથે પરમાણુ ડીલ પર વાતચીત કરવા માની ગયું છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયને (Iran President Masoud Pezeshkian) ઈઝરાયલ સાથે યુદ્ધ અટકાવવા માટે અમેરિકાને ઓફર કરી છે. તેમણે અમેરિકા પર ઈઝરાયલના હુમલાનું સમર્થન કરવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, જો અમેરિકા પરમાણુ ડીલ પર ફરી વાતચીત કરવા માગતું હોય તો તેણે પહેલા પોતાના સહયોગી ઈઝરાયેલના હુમલાઓને આટકાવવા પડશે. ઈરાને કતાર, સાઉદી અરેબિયા અને ઓમાનને પણ વિનંતી કરી છે કે, આ દેશો ટ્રમ્પના હસ્તક્ષેપથી ઈઝરાયેલ દ્વારા યુદ્ધવિરામ કરે, તે માટે દબાણ કરે.
ઈઝરાયલને હુમલા કરવાની અમેરિકાએ મંજૂરી આપી : ઈરાનના રાષ્ટ્રપ્રમુખનો આક્ષેપ
રૉયટર્સના રિપોર્ટ મુજબ, સૂત્રોએ કહ્યું છે કે, જો અમેરિકા યુદ્ધવિરામ કરાવશે, તો ઈરાન તેની સાથે પરમાણુ ડીલ પર વાતચીત કરવા માટે સુગમતા દાખવશે. આ પહેલા પેજેશકિયને કહ્યું હતું કે, ‘અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ નિયમો તોડી રહ્યું છે અને તે ઈઝરાયલને અમારા પર હુમલા કરવાની મંજૂરી આપી રહ્યું છે. અમે યુદ્ધની શરૂઆત કરી નથી અને અમે સામસામે લડાઈ પણ શરૂ કરી નથી. અમે ટોચના સૈન્ય અધિકારીઓ અને વિજ્ઞાનીઓની હત્યા કરી નથી, તેઓ આતંકવાદીઓ છે, અમે આક્રમકારી નથી. આજે અમને એકતાની ખૂબ જ જરૂર છે. ઈરાનના લોકોએ એક થઈને આ આક્રમણનો વિરોધ કરવો જોઈએ.’
ઈઝરાયલે ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામને ટાર્ગેટ કર્યા
ઈઝરાયલે ઓપરેશન રાઈજિંગ 13 જૂનની રાત્રે ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામને નિશાન બનાવ્યા હતા. તેણે ઓપરેશન હેઠળ ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક સૈન્ય મથકો પર મોટા હુમલા કર્યા હતાં. જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ, વાયુસેનાના કમાન્ડર, અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ સહિત અનેક ટોચના અધિકારીઓ તેમજ પરમાણુ વિજ્ઞાનીઓ માર્યા ગયા હતાં. ઈઝરાયલી હુમલાએ ઈરાનના નતાંજ યુરેનિયમ એનરીચમેન્ટ સેન્ટરને પણ મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ 14 અને 15 જૂને પણ સામસામે હુમલાઓ થયા હતા.
પેજેશકિયનની ઈઝરાયલને ચેતવણી
પેજેશકિયને ચેતવણી આપતા કહ્યું છે કે, ‘ઈઝરાયલે અમારા પર હુમલો કરીને ઈરાનને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે અમે પણ કડક જવાબ આપી તેને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જો ઈઝરાયલ ફરી અમારા પર હુમલો કરશે તો અમે તેમને ફરી આક્રમક જવાબ આપીશું.
આ પણ વાંચો : ગાઝામાં ફરી ભોજન વિતરણ દરમિયાન ગોળીબાર, 38 મોત: UNSCની ઈમરજન્સી બેઠકની શક્યતા
જો અમેરિકા ઈઝરાયલને કંટ્રોલ નહીં કરે તો...
ઈરાનના રાષ્ટ્રપ્રમુખે ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારીખ અલ સઈદ સાથે ટેલિફોનિક વાતચીત કહ્યું કે, જો અમેરિકા પોતાના સહયોગી ઈઝરાયલ પર કંટ્રોલ નહીં કરે તો, ઈરાન ઘર્ષણને વધુ આક્રમક બનાવશે.’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) અગાઉ કહ્યું હતું કે, વોશિંગ્ટનને ખબર હતી કે, ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, આ સમય સંઘર્ષનો નહીં, પરંતુ સામુહિક એકતાનો છે.
આ પણ વાંચો : આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન








