World

ઈરાન સાથે યુદ્ધમાં ટ્રમ્પે ઝંપલાવ્યું? અચાનક અમેરિકા પહોંચ્યા નેતન્યાહૂ, હાઈલેવલની કરી મીટિંગ

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન સાથે ભીષણ સંઘર્ષ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ, IDF ચીફ ઓફ સ્ટાફ ઈયાલ ઝમીર, રક્ષામંત્રી ઈઝરાયલ કૈટ્ઝ, વ્યૂહાત્મક બાબતોના મંત્રી રોન ડર્મરે ગુરુવારે રાત્રે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથી પણ સામેલ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે યુદ્ધમાં ટ્રમ્પે ઝંપલાવ્યું? અચાનક અમેરિકા પહોંચ્યા નેતન્યાહૂ, હાઈલેવલની કરી મીટિંગ

Donald Trump On Iran Israel War : ઈરાન સાથે ભીષણ સંઘર્ષ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ, IDF ચીફ ઓફ સ્ટાફ ઈયાલ ઝમીર, રક્ષામંત્રી ઈઝરાયલ કૈટ્ઝ, વ્યૂહાત્મક બાબતોના મંત્રી રોન ડર્મરે ગુરુવારે રાત્રે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથી પણ સામેલ હતા. 

ધ જેરુસલેમ પોસ્ટ મુજબ, ઈરાન વિરુદ્ધમાં ઈઝરાયલી સેનાના અભિયાનોમાં શામિલ થવાનો અમેરિકા વિચારો કરી રહી છે, તેવા સમયે આ બેઠકનું આયોજન થયું છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ મામલે તેઓ આગામી બે અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેશે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધના હુમલામાં જોડાશે કે નહી.

શું છે ટ્રમ્પની રણનીતિ?

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલીન લેવિટ જણાવ્યું હતું કે, ઈરાન સાથે ટૂંક સમયમાં વાતચીતની શક્યતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બે અઠવાડિયામાં નિર્ણય લેશે કે લશ્કરી કાર્યવાહી કરવી કે નહીં. ટ્રમ્પ રાજદ્વારી  સમાધાનમાં રસ ધરાવે છે, પરંતુ તેમની સૌથી મોટી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયારો પ્રાપ્ત ન કરે.

આ પણ વાંચો: ઈઝરાયલ પર દબાણ વધારે ભારત: ઈરાનની માંગણી, પાકિસ્તાન અંગે પણ આપ્યું મોટું નિવેદન

આ દરમિયાન ત્રણ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર મિડિલ ઈસ્ટમાં મોકલવામાં આવી રહ્યા છે અને 10 અમેરિકી સૈન્યના કાર્ગો વિમાન પહેલાથી જ યુએસ સેન્ટ્રલ કમાન્ડના ઠેકાણાઓ પર મોકલી દેવામાં આવ્યા છે. આમ અમેરિકા કોઈપણ પરિસ્થિતિ સામે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે.