Get The App

યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી બાદ હવે શું? ઈરાન પાસે છે 5 વિકલ્પ

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી બાદ હવે શું? ઈરાન પાસે છે 5 વિકલ્પ 1 - image


Iran-Israel War: ઈઝરાયલ બાદ ઈરાન પર અમેરિકાએ હુમલો કર્યો છે. આ કાર્યવાહી બાદ હવે બધાની નજર ઈરાન પર છે. અમેરિકાના પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'જો ઈરાન અમેરિકા પરના હુમલાનો જવાબ નહીં આપે તો શાંતિ સ્થાપિત થશે અને જો ઈરાન જવાબ આપશે તો મોટી કાર્યવાહી થશે.' આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ઈરાન પાસે ઈઝરાયલ સામેના યુદ્ધમાં કયા વિકલ્પો હોઈ શકે છે.

ઈરાન પ.એશિયામાં અમેરિકાના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે

અમેરિકાના હુમલા બાદ ઈરાન પશ્ચિમ એશિયામાં અમેરિકન નાગરિકો અને  લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં, પશ્ચિમ એશિયામાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ અને અમેરિકન નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરોમાં પણ સુરક્ષા કડક કરવામાં આવી છે અને મહત્ત્વપૂર્ણ સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે.

ઈઝરાયલ પર હુમલાઓ વધી શકે છે

ઈઝરાયલ પર હુમલાઓ પણ વધી શકે છે. અમેરિકાના હુમલા બાદ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા, જેનો ઈઝરાયલે પણ બદલો લીધો. ઈઝરાયલે આગામી આદેશો સુધી તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, લોકોના ભેગા થવા વગેરે પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર જરૂરી વસ્તુઓને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. એવી આશંકા છે કે ઈઝરાયલ ઈરાનની લશ્કરી શક્તિની કરોડરજ્જુ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ પર પણ હુમલો કરી શકે છે.

આ પણ વાંચો: ઈરાન પર હુમલા બાદ દુનિયાભરમાં ક્રૂડ ઓઇલને લઈને ચિંતા! ભારતે અપનાવી ખાસ વ્યૂહનીતિ


હિઝબુલ્લાહ અને હમાસ પણ ઈઝરાયલ પર હુમલા કરી શકે છે

ઈરાન પરના હુમલાના જવાબમાં તેના કથિત પ્રોક્સી સંગઠનો હિઝબુલ્લાહ અને હમાસ પણ ઈઝરાયલ પર હુમલા કરી શકે છે. હિઝબુલ્લાહે ઈરાનના સમર્થનમાં ઈઝરાયલ પર હુમલાની જાહેરાત કરી દીધી છે. જો કે, ઈઝરાયલના હુમલા પછી તેમની તાકાત ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ તેઓ ઈઝરાયલની સમસ્યાઓ થોડી વધારી શકે છે.

ઈંઘણના ભાવ પણ વધી શકે છે.

પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા પછી ઈંઘણના ભાવ પણ વધી શકે છે. ઈરાને ધમકી આપી હતી કે જો અમેરિકા લડાઈમાં જોડાશે, તો તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની અવરજવરમાં અસર પાડશે. આ ઉપરાંત ઈરાનના સમર્થનમાં હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર પણ હુમલો કરી શકે છે. જો આવું થશે, તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે.

ઈરાનના સમર્થનમાં રશિયા અને ચીન!  

રશિયા અને ચીને તાજેતરમાં ઈરાન અને ઈઝરાયલને એકબીજા પર હુમલો કરવાનું બંધ કરવાની અપીલ કરી હતી, પરંતુ તેણે ઈરાનને રાજદ્વારી રીતે ટેકો આપ્યો હતો. રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાને ચેતવણી પણ આપી હતી અને ઈરાન પર હુમલો ન કરવા કહ્યું હતું. ચીને અમેરિકા પર યુદ્ધને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં હવે બધાની નજર રશિયા અને ચીનના આગામી પગલા પર છે.

યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી બાદ હવે શું? ઈરાન પાસે છે 5 વિકલ્પ 2 - image



Tags :