World

ઈરાનને વધુ એક મોટો ફટકો: ઈઝરાયલના હવાઈ હુમલામાં પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદનું મોત! મીડિયા રિપોર્ટમાં દાવો

By GS TEAM
1 Mar 20262 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈ મોત બાદ પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ મહમૂદ અહમદીનેજાદના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાની લેબર ન્યૂઝ એજન્સીએ રવિવાર(1 માર્ચ 2026)ના રોજ દાવો કર્યો છે કે ઈઝરાયલ અને અમેરિકાની એર સ્ટ્રાઈકમાં મહમૂદ અહમદીનેજાદની મોત થયું છે. તે 2005 થી લઈને 2013 સુધી ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનને વધુ એક મોટો ફટકો: ઈઝરાયલના હવાઈ હુમલામાં પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદનું મોત! મીડિયા રિપોર્ટમાં દાવો

Iran Israel Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈ મોત બાદ પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ મહમૂદ અહમદીનેજાદના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાની લેબર ન્યૂઝ એજન્સીએ રવિવાર(1 માર્ચ 2026)ના રોજ દાવો કર્યો છે કે ઈઝરાયલ અને અમેરિકાની એર સ્ટ્રાઈકમાં મહમૂદ અહમદીનેજાદની મોત થયું છે. તે 2005 થી લઈને 2013 સુધી ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ રહ્યા હતા. 

પશ્ચિમ દેશોના કટ્ટર વિરોધી હતા

રિપોર્ટમાં એ પણ ટાંકવામાં આવ્યું છે કે, હુમલામાં અહમદીનેજાદના પૂર્વોત્તર તહેરાનમાં નરમક સ્થિત ઘરને નિશાન બનાવવામાં આવ્યું, જેમાં તેમના ઘણા બોડીગાર્ડના પણ મોત થયા. રાષ્ટ્ર પ્રમુખ બન્યા પહેલા મહમૂદ અહમદીનેજાદે અર્દાબિલ પ્રાંતના ગવર્નર અને તેહરાનના મેયર તરીકે કામ કર્યું હતું. તેઓ પણ પશ્ચિમ દેશોના કટ્ટર વિરોધી વલણ માટે જાણીતા હતા. અહમદીનેજાદે ઘણી વખત ઇઝરાયલના અસ્તિત્વને નકારવા અને તેને વિશ્વના નકશામાંથી ભૂંસી નાખવા જેવા નિવેદનો આપ્યા હતા.

ખામેનેઈની હત્યા બાદ ઈરાનના વિદેશ મંત્રીનું પહેલું નિવેદન

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, 'સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યાથી પરિસ્થિતિ વધુ જટિલ બનશે અને તણાવ વધશે. તેહરાન તેના ભાઈઓ પર હુમલો કરી રહ્યું નથી. અમે ફક્ત અમેરિકન લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાનો કોઈ ઈરાદો નથી.'

40થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ખામેનેઈના મૃત્યુથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બની ગઈ છે, અમેરિકા ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના 40થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત થયા છે. આ ઉપરાંત, ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી બાદ ધ્રુજી ઉઠ્યું ઈરાન! 'પાવર સેન્ટર' પર ઈઝરાયલનો હુમલો, અનેક બિલ્ડિંગો ધ્વસ્ત

ઠાર મરાયેલા મુખ્ય સૈન્ય અને સુરક્ષા અધિકારીઓ

મોહમ્મદ પકપૂર: IRGC ના ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, જેમને 2025 માં ખામેનેઈએ પ્રમોટ કર્યા હતા. તેહરાન પાસે થયેલી સ્ટ્રાઈકમાં તેમના નિધનથી ઈરાની સૈન્યમાં નેતૃત્વનું સંકટ ઊભું થયું છે.

અમીર નાસિરઝાદેહ: ઈરાનના સંરક્ષણ મંત્રી અને મિસાઈલ પ્રોગ્રામના માસ્ટરમાઈન્ડ. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ તેમના મુખ્યાલયને નિશાન બનાવતા તેમનું મોત થયું છે.

અલી શમખાની: ખામેનેઈના સૌથી ટોચના સલાહકાર અને સુરક્ષા પરિષદના વડા. તેઓ પરમાણુ વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેઓ પણ તેહરાન પાસેના હુમલામાં પરિવાર સાથે શહીદ થયા છે.

ઈસ્માઈલ કાની: કુદ્સ ફોર્સના ચીફ અને પ્રોક્સી વોરના મુખ્ય આર્કિટેક્ટ. હિઝબુલ્લાહ અને હૂતી જેવા જૂથો સાથેના તેમના સંબંધો જાણીતા હતા. કાની પણ ડ્રોન સ્ટ્રાઈકનો શિકાર બન્યા છે.

મોહમ્મદ બઘેરી: સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ અને સ્ટ્રેટેજિક પ્લાનિંગના વડા પણ આ હુમલામાં માર્યા ગયા હોવાનું જણાવાયું છે.