જો ઈરાન ખામેનેઈની હત્યા કરે તો ઈરાનના આગામી સુપ્રીમ લીડર કોણ? જાણો ઉમેદવાર અને પ્રક્રિયા વિશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Israel War: ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ પર હત્યાનું સંકટ મંડરાઈ રહ્યું છે. વિશ્વના ટોચના દેશોએ તેમને યુદ્ધમાંથી પીછેહટ કરવા સલાહ આપી છે. પરંતુ ખામેનેઈ યુદ્ધ કરવા અડગ છે. ઈઝરાયલ દ્વારા વારંવાર ખામેનેઈ પર હુમલો કરવાના સંકેતો અપાઈ રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ખામેનેઈની હત્યાથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત આવી શકે છે. આ નિવેદનના એક દિવસ બાદ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ પણ સીધી ધમકી આપી છે કે, ખામેનેઈની એ જ હાલત થઈ શકે છે, જે ઈરાકના પૂર્વ નેતા સદ્દામ હુસૈનની થઈ હતી.
જો હત્યા થઈ તો કોણ બનશે ઉત્તરાધિકારી?
ખામેનેઈની હત્યાની ધમકીથી ઈરાનમાં ખામેનેઈના ઉત્તરાધિકારીની ચર્ચાઓ વેગવાન બની છે. ખામેનેઈ બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાનું પદ કોણ સંભાળશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે. ખામેનેઈના સંભવિત ઉત્તરાધિકારીઓમાં તેમના બીજા પુત્ર મોજતબા ખામેનેઈ સૌથી મોટા દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. વર્ષ 1969માં જન્મેલા મોજતબાના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ઈરાનના મૌલવી પ્રતિષ્ઠાન સાથે ગાઢ સંબંધ છે. ઈરાન-ઈરાક યુદ્ધના અંતિમ દોરમાં તેમણે સેવા આપી હતી. તે હાલ મધ્યમ શ્રેણીના મૌલવી છે. પડદા પાછળ ઈરાનમાં તેઓ મજબૂત પ્રભાવ ધરાવે છે.
આ પણ નામ છે રેસમાં
- ખામેનેઈના પુત્ર સિવાય અન્ય એક પ્રમુખ અલીરેજા અરાફી પણ ઈરાનના સુપ્રીમ લીડર બનવાની રેસમાં સામેલ છે. અરાફી એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સના ઉપાધ્યક્ષ, ગાર્જિયન કાઉન્સિલના સભ્ય અને કોમમાં શુક્રવારની પ્રાર્થનાના નેતા છે. ઈરાનની સત્તાના માળખામાં તેમની મોટી શાખ હોવાથી તેમની ઉત્તરાધિકારી બનવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી છે.
- વધુમાં રાજકીય સુરક્ષા બાબતો પર દેખરેખ રાખતાં અલી અસગર હેજાજી પણ આ યાદીમાં સામેલ છે. પડદા પાછળ રહી ઈરાન માટે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવતા હેજાજી લાંબા સમયથી ઈરાનની સિક્રેટ એજન્સીમાં સામેલ છે. તે રાજકીય નિર્ણયો લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચોઃ ઈરાનમાં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ
- કોર્ટ અને સિક્રેટ એજન્સીમાં દાયકા સુધી સેવા આપનારા ગુલામ હુસૈન મોહસેની અજેઈ પણ એક સંભવિત ઉત્તરાધિકારી છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ અહમદીનેજાદના નેતૃત્વમાં ઈરાનના મિનિસ્ટર ઑફ ઈન્ટેલિજન્સ રૂપે કામ કર્યું હતું. એટર્ની જનરલ અને કોર્ટના પ્રવક્તા સહિત અન્ય વરિષ્ઠ કાયદાકીય પદો પર પણ સેવા આપી છે.
- આ સિવાય અન્ય સંભવિત ઉમેદવારોમાં ખામેનેઈના કાર્યાલયમાં લાંબા સમયથી હેડ મોહમ્મદ ગોલપાયેગાની, ભૂતપૂર્વ વિદેશ મંત્રી અલી અકબર વેલયાતી અને કમાલ ખરાઝી, સદનના પૂર્વ સ્પીકર અલી લારીજાનીનો સમાવેશ થાય છે. તમામ અનુભવી લોકો છે જેમને ઘરેલુ શાસન અને વિદેશી બાબતો, ખાસ કરીને પરમાણુ વાટાઘાટો બંનેમાં ઊંડો અનુભવ છે.
આ રીતે નક્કી થાય છે દેશના સુપ્રીમ લીડર
ઈરાનમાં જ્યારે સુપ્રીમ લીડરનું નિધન થાય, અથવા તે અયોગ્ય સાબિત થાય અથવા રાજીનામું આપી દે, તો તેમના ઉત્તરાધિકારીની પસંદગી માટે નિષ્ણાતોની સભા બોલાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ મૌલવી સામેલ થાય છે. જો કે, ઈરાનની 88 સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા તેમની તપાસ થાય છે. તેઓ બંધબારણે બેઠક યોજી ગુપ્ત પ્રક્રિયા મારફત ઉમેદવારોને મત આપે છે. પ્રત્યેક ઉમેદવારની ધાર્મિક શાખ, રાજકીય નિષ્ઠા, શાસનની સ્થિરતા જાળવી રાખવાની ક્ષમતા પર ચર્ચા અને મૂલ્યાંકન થાય છે. નવા સુપ્રીમ લીડર બનવા માટે 88માંથી 45 મત મળવા જરૂરી છે.
આયાતુલ્લાહ અલી ખામેનેઈ અને ઈરાન પર તેમનું શાસન
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ 1989માં આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનેઈ બાદ સત્તા પર આવ્યા હતા. તેઓ 25થી વધુ વર્ષથી ઈરાન પર શાસન કરી રહ્યા છે. તેઓ ઈરાનના ન્યાયતંત્ર, સશસ્ત્ર દળો, રાજ્ય મીડિયા અને ગાર્ડિયન કાઉન્સિલ અને એક્સપિડન્સી ડિસ્કર્નમેન્ટ કાઉન્સિલ જેવી મુખ્ય સંસ્થાઓના સર્વોચ્ચ અધિકારી પણ છે. તેમના શબ્દો ઈરાન માટે કાયદો બની જાય છે. તેમને પશ્ચિમ, ખાસ કરીને અમેરિકા પર વિશ્વાસ નથી.








