World

ઈરાનમાં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી ભીષણ યુદ્ધમાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ ઈરાનમાં ઘૂસ્યા છે. તહેરાન સ્થિત ઈરાનના સેન્ટ્રીફ્યુઝ પ્રોડક્શન અને અનેક હથિયારો બનાવતા સ્થળોને ટાર્ગેટ કરતાં હુમલા કર્યા છે. આ હુમલામાં સેન્ટ્રીફ્યુઝ અને મિસાઈલ બનાવતી સાઈટ નષ્ટ થઈ છે. ઈરાનને ભારે નુકસાન થયુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનમાં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ

Israel-Iran Conflict Updates: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી ભીષણ યુદ્ધમાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ ઈરાનમાં ઘૂસ્યા છે. તહેરાન સ્થિત ઈરાનના સેન્ટ્રીફ્યુઝ પ્રોડક્શન અને અનેક હથિયારો બનાવતા સ્થળોને ટાર્ગેટ કરતાં હુમલા કર્યા છે. આ હુમલામાં સેન્ટ્રીફ્યુઝ અને મિસાઈલ બનાવતી સાઈટ નષ્ટ થઈ છે. ઈરાનને ભારે નુકસાન થયુ છે.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું કે, અમારા 50થી વધુ ફાઈટર પ્લેને આ હુમલાને અંજામ આપ્યો છે. આ હુમલામાં યુરેનિયમને સમૃદ્ધ બનાવવા વપરાતા સેન્ટ્રીફ્યુઝનું ઉત્પાદન કરતા પ્લાન્ટ તથા સરફેસ-ટુ-સરફેસ હુમલો કરતી મિસાઈલ બનાવતી સાઈટને નષ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે,પરમાણુ હથિયારોની બનાવટમાં યુરેનિયમ એનરિચમેન્ટને વેગ આપવા સેન્ટ્રીફ્યુઝ વપરાય છે.

 

રિફાઈનરી અને સૈન્ય મથકો પર હુમલો

ઈઝરાયલના સુરક્ષા દળોએ ઈરાનની રિફાઈનરી અને સૈન્ય મથકો પર પણ હુમલા કર્યા છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના પરમાણુ, બેલેસ્ટિક, અને કમાન્ડ ક્ષમતાઓને મોટાપાયે નુકસાન થયુ છે. બીજી બાજુ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે દાવો કર્યો છે કે, બુધવારે ઈરાનના સૈન્ય દળોએ ઈઝરાયલ પર કરેલા હુમલામાં હાઈપરસોનિક Fatah-1નો ઉપયોગ કર્યો હતો. આ મિસાઈલની મદદથી ઈરાનના દળોએ કબજા હેઠળના વિસ્તારોના આકાશ પર નિયંત્રણ મેળવ્યું હોવાનો દાવો કર્યો છે.



અમેરિકાએ પણ 30 ફાઈટર જેટ તૈયાર કર્યાં

ઈરાન સામે યુદ્ધમાં ઝંપલાવવા અમેરિકાએ યુરોપમાં આશરે 30 ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે.

ઈરાનના 585 લોકોના મોત, 1326 ઈજાગ્રસ્ત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને તેલ અવીવમાં હાઈપરસોનિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઈરાને હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જેમાં ઈઝરાયલના 24 લોકો માર્યા ગયા છે.  બીજી બાજુ ઈઝરાયલ પણ તહેરાન સહિતના વિસ્તારોમાં મોટાપાયે હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના 585 લોકો માર્યા ગયા છે. અને 1326 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના અનેક ટોપ કમાન્ડર માર્યા ગયા છે.