સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાદ 'બાબ અલ મંદેબ' પણ બંધ થશે! યમનના હુથીઓની ધમકીથી દુનિયા ટેન્શનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Israel War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ડૂબાડવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન સમર્થિત યમનના હૂતી બળવાખોરોએ હવે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'બાબ અલ-મંડેબ' (Bab al-Mandab) ને બ્લોક કરવાની ધમકી આપી છે.
શું છે ઈરાનની 'ત્રણ તબક્કાની રણનીતિ'?
પ્રથમ તબક્કો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરવો (જે પહેલાથી જ પ્રભાવિત છે).
બીજો તબક્કો: લેબનાન અને ગાઝા મોરચે ઈઝરાયેલને યુદ્ધમાં વ્યસ્ત રાખવું.
ત્રીજો તબક્કો: હૂતી બળવાખોરો દ્વારા 'બાબ અલ-મંડેબ' સ્ટેટને બંધ કરાવવું.
કેમ તેને 'આંસુઓનું દ્વાર' કહેવામાં આવે છે?
લાલ સમુદ્રને એડનની ખાડી સાથે જોડતો આ 29 કિમી પહોળો રસ્તો એશિયા અને યુરોપ વચ્ચેના વેપારની લાઈફલાઈન છે. વિશ્વનો 30% દરિયાઈ તેલનો વેપાર આ માર્ગે થાય છે. દરરોજ અંદાજે 8.8 મિલિયન બેરલ તેલ અહીંથી પસાર થાય છે. જો આ રસ્તો બંધ થાય, તો જહાજોએ આફ્રિકાના 'કેપ ઓફ ગુડ હોપ' ફરીને જવું પડશે, જેનાથી મુસાફરીમાં 10 થી 15 દિવસનો વિલંબ થશે અને ઈંધણનો ખર્ચ આસમાને પહોંચશે.
આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન બોર્ડર પર તણાવ! અફઘાનિસ્તાનનો ફરી પ્રચંડ પ્રહાર
મોંઘવારીનો ડર: $100 ને પાર કરી શકે છે ક્રૂડ ઓઈલ
લેબનાની-ઓસ્ટ્રેલિયન નિષ્ણાત મારિયો નવલના મતે, જો હૂતીઓ લાલ સમુદ્રમાં વેપાર અટકાવશે, તો કાચા તેલની કિંમતો ફરી આસમાને પહોંચશે. દુનિયાની દિગ્ગજ શિપિંગ કંપની 'મર્સક' (Maersk) એ સુરક્ષાના કારણોસર આ રૂટ પર પોતાના જહાજોની અવરજવર અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.
ઈઝરાયેલનો વળતો દાવ
આ ખતરાને જોતા ઈઝરાયેલે પણ પોતાની રણનીતિ બદલી છે. ઈઝરાયેલે આફ્રિકાના સોમાલીલેન્ડને માન્યતા આપી ત્યાં સૈન્ય બેઝ બનાવવાની યોજના ઘડી છે, જેથી હૂતી બળવાખોરો પર સીધી નજર રાખી શકાય. જો હોર્મુઝ અને બાબ અલ-મંડેબ બંને રસ્તા એકસાથે બંધ થઈ જશે, તો તે આધુનિક ઇતિહાસનું સૌથી મોટું દરિયાઈ સંકટ હશે. ઈલેક્ટ્રોનિક્સથી લઈને અનાજ સુધીની દરેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે.









