Get The App

'ભારત સાથે પણ અમારા ગાઢ સંબંધ...', પાકિસ્તાન પહોંચ્યા બાદ ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
Iran On Pahalgam Terror Attack


Iran On Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ છે. દરમિયાન, ઇસ્લામાબાદની મુલાકાતે આવેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી છે. આ સાથે, તેમણે બંને દેશો વચ્ચેની વર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા હાકલ પણ કરી છે.

ઈરાનના વિદેશ મંત્રી ભારતની પણ લેશે મુલાકાત 

જણાવી દઈએ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધેલા તણાવ વચ્ચે અરાઘચી પાકિસ્તાની નેતૃત્વ સાથે વાતચીત માટે એક દિવસીય મુલાકાતે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. તેઓ ગુરુવારે ભારતની મુલાકાતે પણ આવવાના છે.

ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી

એક નિવેદનમાં, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે અરાઘચીએ તેમના પાકિસ્તાની સમકક્ષ મોહમ્મદ ઇશાક ડાર સાથેની વાતચીતમાં દક્ષિણ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને સંમત થયા હતા કે જટિલ પ્રાદેશિક મુદ્દાઓ ફક્ત વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે. 

અરાઘચીએ વડા પ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પણ મળ્યા અને પ્રાદેશિક પરિસ્થિતિ તેમજ દ્વિપક્ષીય હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ઝરદારી સાથેની મુલાકાત દરમિયાન, અરાઘચીએ બંને પક્ષોને પ્રદેશમાં તણાવ ઘટાડવા માટે સંયમ રાખવા હાકલ કરી.

અમે તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરીશું: ઈરાન

ઝરદારીએ વાતચીત અને રાજદ્વારી પ્રત્યે પાકિસ્તાનની પ્રતિબદ્ધતા વિષે વાત કરતા કહ્યું હતું કે, 'ઈરાન માટે આ ક્ષેત્રની પરિસ્થિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અમે તણાવ ઓછો કરવાના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. તમામ પક્ષોને સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા હાકલ કરીએ છીએ.' 

ભારત અને પાકિસ્તાન બંને ઈરાનના મિત્ર દેશો છે: અરાઘચી

ઈરાનની મીડિયા અહેવાલ મુજબ, અરાઘચીએ ઈસ્લામાબાદ પહોંચ્યા પછી કહ્યું, 'અમે પ્રદેશમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરીશું. ભારત અને પાકિસ્તાન બંને ઈરાનના મિત્ર દેશો છે. અલબત્ત, પાકિસ્તાન આપણો પાડોશી છે જેની સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો છે. પરંતુ ભારતની મુલાકાત પહેલાં અમને પાકિસ્તાનમાં આપણા મિત્રોનું વલણ જાણવામાં રસ હતો.' 

આ પણ વાંચો: સ્વેચ્છાએ સ્વદેશ ફરનારાઓને ટ્રમ્પ આપશે 1000 ડોલર અને પ્રવાસ ભથ્થુું, ડિપોર્ટેશન ખર્ચ ઘટાડવા મોટો નિર્ણય

ઇશાક ડારે ભારત પર આરોપ લગાવ્યો

ઇશાક ડારે દક્ષિણ એશિયામાં પ્રવર્તતા તણાવ પર પાકિસ્તાનની ઊંડી ચિંતા વ્યક્ત કરી અને તેના માટે ભારતના ઉશ્કેરણીજનક વર્તનને જવાબદાર ઠેરવ્યું. ડારે આ કેસમાં પાકિસ્તાનને ફસાવવાના પાયાવિહોણા પ્રયાસોને નકારી કાઢ્યા અને આંતરરાષ્ટ્રીય, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ માટે ઇસ્લામાબાદના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો. 

ઈરાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, વડા પ્રધાન શરીફે અરાઘચીને કહ્યું કે, 'પાકિસ્તાન આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ઈરાન સાથે સહયોગ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.' અરાઘચીની વડા પ્રધાન શરીફ સાથેની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ અને વિદેશ પ્રધાન ડાર પણ હાજર હતા.

'ભારત સાથે પણ અમારા ગાઢ સંબંધ...', પાકિસ્તાન પહોંચ્યા બાદ ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન 2 - image

Tags :