World

યુદ્ધના 8માં દિવસે ઈરાને ઈઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ ઝીંકી તબાહી મચાવી, હિઝબુલ્લાહનો ટેકો

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર ભારે હુમલો કરી રહ્યા છે. ગુરુવારે (12મી જૂન) રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જેના બાદ ઇરાને પણ બદલો લીધો. ઈઝરાયલી સેનાએ ગુરુવારે (19મી જૂન) જણાવ્યું હતું કે, 'ઈરાને નાગરિકોને ભારે જાનહાનિ પહોંચાડવાના હેતુથી ક્લસ્ટર બોમ્બ લઈ જતી મિસાઇલ છોડી હતી. આ યુદ્ધમાં ક્લસ્ટર મિસાઇલોનો ઈરાન દ્વારા પહેલીવાર પ્રયોગ કરાયો હતો.' બીજી તરફ, લેબેનોનના હિઝબુલ્લાહે ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધના 8માં દિવસે ઈરાને ઈઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ ઝીંકી તબાહી મચાવી, હિઝબુલ્લાહનો ટેકો

AI Image


Iran-Israel Conflict: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર ભારે હુમલો કરી રહ્યા છે. ગુરુવારે (12મી જૂન) રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જેના બાદ  ઇરાને પણ બદલો લીધો. ઈઝરાયલી સેનાએ ગુરુવારે (19મી જૂન) જણાવ્યું હતું કે, 'ઈરાને નાગરિકોને ભારે જાનહાનિ પહોંચાડવાના હેતુથી ક્લસ્ટર બોમ્બ લઈ જતી મિસાઇલ છોડી હતી. આ યુદ્ધમાં ક્લસ્ટર મિસાઇલોનો ઈરાન દ્વારા પહેલીવાર પ્રયોગ કરાયો હતો.' બીજી તરફ, લેબેનોનના હિઝબુલ્લાહે ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપ્યો છે. 



જાણો શું છે સમગ્ર મામલો

ઈઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન દ્વારા ઝીંકાયેલી મિસાઇલમાં ઈઝરાયલના મધ્યમાં લગભગ 4 માઇલ (7 કિલોમીટર)ની ઊંચાઈએ વિસ્ફોટ થયો હતો, જેના કારણે તેની અંદર રહેલા લગભગ 20 ક્લસ્ટર બોમ્બ 5 માઇલ (8 કિલોમીટર)ની ત્રિજ્યામાં વિખેરાઈ ગયા હતા અને તબાહી મચાવી હતી. 

ઈઝરાયલ અને ઈરાનના તણાવ વચ્ચે હિઝબુલ્લાહના નેતા શેખ નઈમ કાસિમે ઈઝરાયલ અને અમેરિકાને પડકાર ફેંકતા કહ્યું કે, 'ઈરાનનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે અને તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ માટે છે. ઈરાન સામે વૈશ્વિક વિરોધ તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓને કારણે નથી, પરંતુ તેનો વિશ્વાસ, જ્ઞાન અને સ્વતંત્રતાના વલણને કારણે છે, જે દબાયેલા લોકોને શક્તિ આપે છે.'

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકા નહીં પણ આ દેશની ભૂમિકા, જુઓ કોણે કર્યો દાવો

ઈઝરાયલી હોસ્પિટલ પર ઈરાની હુમલા બાદ તણાવ વધ્યો

ગુરુવારે (19મી જૂન) ઈરાને દ્વારા ઈઝરાયલના બીરશેબામાં સોરોકા હોસ્પિટલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં હોસ્પિટલનો એક ભાગ બળીને ખાખ થઈ ગયો અને 40 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે આ હુમલા માટે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈને સીધા દોષી ઠેરવતા કહ્યું કે, 'જે વ્યક્તિ હોસ્પિટલો પર હુમલો કરે છે તે આ દુનિયામાં રહેવાને લાયક નથી.'

રશિયાની કડક ચેતવણી

અહેવાલો અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ખુલ્લેઆમ અમેરિકાને યુદ્ધમાં મદદ માટે આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે રશિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા આ ​​યુદ્ધમાં કૂદી પડશે, તો તે અત્યંત ખતરનાક પગલું બની રહેશે.