ઈરાનમાં ભયાનક સ્થિતિ, નવા સંરક્ષણ મંત્રીનું પણ મોત, ઈઝરાયલે કર્યો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran War : અમેરિકા અને ઈઝરાયલે ડ્રોન અને મિસાઈલોથી સતત હુમલાઓ કરીને ઈરાનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે હાલ ઈરાનમાં વધુ એક મોટા મંત્રીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, હુમલામાં ઈરાનમાં એક દિવસ પહેલા નવા સંરક્ષણ મંત્રી બનેલા સૈયદ માજિદ અબ અલ-રેજાનું મોત થયું છે. રેજાના મોત પહેલા રવિવારે એક એર સ્ટ્રાઈકમાં જૂના સંરક્ષણ મંત્રી અજીજ નાસિરજાદેહનું પણ મોત થયું હતું.
રવિવારે જૂના સંરક્ષણ મંત્રીનું મોત થયું હતું.
ઈરાનની સરકારી ટેલિવિઝને રવિવારે કહ્યું હતું કે, ‘અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની સંરક્ષણ પરિષદની બેઠકને ટાર્ગેટ બનાવીને હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાની સેનાના વડા અને સંરક્ષણ મંત્રીનું મોત થયું છે. હુમલો થયો ત્યારે બેઠકમાં સામેલ જનરલ અબ્દોલ રહીમ મૂસાવી અને સંરક્ષણ મંત્રી જનરલ અજીત નાસિરજાદેહનું મોત થયું છે. આ ઘટના અગાઉ રવિવારે સવારે જ ઈરાનના અર્ધસૈનિક રિવોલ્યૂશનરીના પ્રમુખ અને સુરક્ષા સલાહકાર અલી શમખાનીનું મોત થવાની જાહેરાત કરવામાં આવી હતી.
અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનની હાલત બદતર
અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળીને ઈરાન પર શનિવારથી હુમલા શરૂ કરી દીધી છે. હુમલામાં શનિવારે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈ અને પછી તેમની પત્ની મંસૂરેહ ખોજસ્તેહની મોત થયું છે. એટલું જ નહીં દેશના સંરક્ષણ મંત્રી સહિત અનેક ટોચના વડાઓ અને અધિકારીઓના એક પછી એક મોત થઈ રહ્યા છે. આ તણાવને કારણે મિડલ ઈસ્ટના દેશો ભારે સંકટમાં મુકાયા છે. હાલ ઈરાનના અનેક વિસ્તારોમાં પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે, ઈરાને પરમાણુ બોંબ બનાવવાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો અને તે અમેરિકા સુધી પહોંચી શકે તેવી મિસાઈલો પણ બનાવી રહ્યું હતું. આ કારણે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો છે.
ઈરાનમાં અત્યાર સુધીમાં 787 લોકોના મોત
ઈરાનની રેડ ક્રીસેન્ટ સોસાયટીએ આજે (3 માર્ચ) કહ્યું છે કે, આ યુદ્ધમાં ઈરાનમાં અત્યાર સુધીમાં 787 લોકોના મોત થયા છે. યુદ્ધના આજે ચોથો દિવસે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ફરી ઈરાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ઈરાન અમારી સાથે વાતચીત કરવા ઈચ્છે છે, જોકે મેં તેમને સ્પષ્ટ કહી દીધું છે કે, હવે તમે મોડું કરી દીધું છે.’ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘ઈરાનનું એર ડિફેન્સ, એર ફોર્સ, નેવી અને લીડરશિપ બધુ જ ખતમ થઈ ગયું છે. હવે તેઓ વાતચીત કરવા ઈચ્છે છે. મેં તેમને કહ્યું, ખૂબ મોડું થઈ ગયું છે.’
ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ઈરાન અમેરિકા સાથે વાતચીત કરતા માંગે છે.’ ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા હેડ અલી લારીજાનીએ કહ્યું હતું કે, ‘ઈરાન અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત નહીં કરે.’ લારીજાનીએ મીડિયા તે દાવાઓને ખોટા ગણાવ્યા હતા, જેમાં કહેવાયું છે કે, ‘ઈરાનના અધિકારીઓએ ટ્રમ્પ સાથે વાતચીત કરવાની માંગ કરી હતી.’









