Get The App

ઈઝરાયલની સાથે અમેરિકાને પણ ઝટકો, ઈરાને સૌથી શ્રેષ્ઠ મનાતું F35 ફાઈટર જેટ તોડી પાડ્યું

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ઈઝરાયલની સાથે અમેરિકાને પણ ઝટકો, ઈરાને સૌથી શ્રેષ્ઠ મનાતું F35 ફાઈટર જેટ તોડી પાડ્યું 1 - image


Iran Destroy US Fighter Jet: ઈરાને ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે, તેણે 2 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. આ ફાઇટર જેટ F-35 છે અને તેને અમેરિકાનું સૌથી ઉન્નત જેટ માનવામાં આવે છે. ઈરાને F-35 ચલાવનારા એક પાયલટને પકડવાનો પણ દાવો કર્યો છે. 

મળતી માહિતી મુજબ, આ ફાઇટર જેટ જેવું ઈરાનના એરસ્પેસમાં આવ્યું, ઈરાને તેને તોડી પાડ્યું હતું. ત્યારબાદ પાયલટ પેરાશૂટ દ્વારા નીચે ઉતરી રહ્યો હતો. પાયલટના નીચે ઉતરતાની સાથે જ ઈરાનના અધિકારીઓએ તેને પકડી લીધો હતો. જોકે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે, હજુ સુધી આ પ્રકારના કોઈ સમાચાર અમારી પાસે નથી આવ્યા. 

આ પણ વાંચોઃ VIDEO: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, આખી રાત મચી તબાહી

ઈઝરાયલ કરી રહ્યો છે આ વિમાનનો ઉપયોગ

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઓપરેશનને લઈને જે વીડિયો શેર કર્યો છે, તે મુજબ ઈરાનના લોકોને મારવા માટે IAFના જવાન RAAM (F-15I), SOUFA (F-16I) અને ADIR (F-35I)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ ફાઇટર જેટને ઈઝરાયલે અમેરિકા પાસેથી ખરીદ્યા હતાં. 

ઈરાન દ્વારા જે અમેરિકન વિમાનને તોડી પાડવાની વાત કરવામાં આવી રહી છે. તેના એક યુનિટની કિંમત 7 અબજ રૂપિયા છે. એટલે જો ઈરાનની વાત સાચી નીકળે તો હુમલામાં ઈઝરાયલને પહેલાંથી જ 15 અબજ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. 

પાંચમાં જનરેશનના સ્ટીલ્થ લડાકુ વિમાન છે F-35

F-35 લડાકૂ વિમાનને અમેરિકાની પાંચમી જનરેશનના લડાકૂ વિમાન માનવામાં આવે છે. આ સ્ટીલ્થ ફાઇટર જેટ છે. અમેરિકા તેને સૌથી મજબૂત વિમાન કહીને વેચે છે. અમેરિકાના આ ફાઇટર જેટની કિંમત 90 મિલિયન ડૉલર (આશરે 7 અબજ રૂપિયા) છે. તેને સૌથી કિંમતી વિમાન માનવામાં આવે છે. 

આ પણ વાંચોઃ 'હજુ તો શરૂઆત છે, ઘણી તબાહી મચાવીશું....' યુદ્ધ ભડકતાં ઈઝરાયલના PMની ઈરાનને ચેતવણી

આ એક સિંગલ સીટર વિમાન છે, જેમાં એક પાયલટ હોય છે. સટીક નિશાનો સાધવાના કારણે આ ફાઇટર જેટને પેન્થર નામ આપવામાં આવ્યું છે. 

યુદ્ધમાં 200 ફાઇટર જેટનો ઉપયોગ કરે છે ઈઝરાયલ

ઈઝરાયલ ઈરાનથી લડવા માટે ઓછામાં ઓછા 200 ફાઇટર જેટનો એકસાથે ઉપયોગ કરી રહ્યું છે. ઈઝરાયલે શુક્રવારે ઈરાનના મોટા ઓફિસરોને મારવા માટે ઓપરેશન લૉયન ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં ઈરાનના 6 પરમાણુ વિજ્ઞાની અને 4 સૈન્ય ઓફિસરનું મૃત્યુ થયું છે. આ સિવાય 60થી વધારે ઈરાની નાગરિકોના મોત થયા છે. 

Tags :