Get The App

અમેરિકાની ધમકીનો ડર નહીં, રશિયાના નૌસેના દિવસમાં સામેલ થવા પહોંચ્યું ભારતીય યુદ્ધપોત INS તમાલ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાની ધમકીનો ડર નહીં, રશિયાના નૌસેના દિવસમાં સામેલ થવા પહોંચ્યું ભારતીય યુદ્ધપોત INS તમાલ 1 - image

Image: X @IndEmbMoscow



INS Tamal Joins Russian Navy Day: યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા સાથે સંબંધ ખરાબ થતા ભારતને સતત ધમકી આપી રહેલા અમેરિકા અને નાટો ચીફને ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય નૌકાદળનું હાલમાં જ રશિયામાં બનીને તૈયાર થયેલા યુદ્ધ જહાજ INS તમાલ રશિયાની આર્થિક રાજધાની સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યું છે. ભારતીય યુદ્ધ જહાજ રશિયન નૌસેના દિવસ પર આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગે લેશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આઇએનએસ તમાલના પહોંચવાની સૂચના આપી છે. 


દર વર્ષે ઉજવે છે 'નેવી ડે'

નોંધનીય છે કે, રશિયન નૌકાદળ દર વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા રવિવારે નેવી ડે ઉજવે છે. આ વર્ષે તેની ઉજવણી 27 જુલાઈએ કરવામાં આવશે. નેવી ડે પર ભારતીય યુદ્ધ જહાજ રશિયન યુદ્ધ જહાજ સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરતા એકજૂટકતા દર્શાવશે. આઇએનએસ તમાલ ભારતીય નૌકાદળનું છેલ્લું યુદ્ધ જહાજ છે, જેને વિદેશ એટલે કે, રશિયામાં બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ભારત-બ્રિટન મુક્ત વેપાર કરારમાં સોર્સ કોડ પ્રોટેક્શન કેમ ભારત માટે મોટી જીત છે?, જાણો વિગત...

રશિયન સરકારી મીડિયાએ જણાવ્યું કે, આઇએનએસ તમાલનું સેન્ટ પીટર્સબર્ગ પહોંચવું આંતરરાષ્ટ્રીય સહયોગ દર્શાવે છે. આ સાથે બંને દેશોની નૌસેના વચ્ચે વધતી ભાગીદારી પણ દર્શાવે છે. 

ભારતીય અને રશિયન નૌકાદળના અધિકારીઓ મળીને કરશે કાર્યક્રમ

આ ભારતીય યુદ્ધ જહાજને બનાવનારા રશિયાના યાંતર શિપયાર્ડના સીઈઓ એન્દ્રે પૂચકોવે આઇએનએસ તમાલ વિશે કહ્યું કે, 'આ ફ્રીગેટ સફળતાપૂર્વક પોતાની ટ્રાયલને પૂરૂ કરી ચુક્યું છે. તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક અને અનેક પ્રકારના ઓપરેશનને અંજામ આપનારૂ યુદ્ધ જહાજ છે. આઇએનએસ તમાલ સપાટી, જમીન, પાણીની અંદર અને હવાઈ લક્ષ્યો સામે મજબૂત કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, તેનું નિર્માણ ભલે રશિયામાં કરવામાં આવ્યું હોય પરંતુ, અમે આ પ્રોજેક્ટ 11356 હેઠળ ભારતીય શિપયાર્ડમાં બનાવવામાં આવી રહેલા અન્ય બે યુદ્ધ જહાજ માટે નિષ્ણાંતો અને જરૂરી ટેક્નિકલ મદદ કરતા રહીશું. નોંધનીય છે કે, ભારતીય નૌસૈનિક અને રશિયન નૌકાદળના અધિકારીઓ મળીને અનેક સંયુક્ત કાર્યક્રમમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ મિસાઇલ હુમલાથી કાટમાળમાં ફેરવાયા બૌદ્ધ મંદિર, થાઈલેન્ડ-કમ્બોડિયા યુદ્ધના ગંભીર પરિણામ

રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આઇએનએસ તમાલ એવું આઠમું યુદ્ધ જહાજ છે. જેને રશિયામાં ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ કોઈપણ જોખમનો સામનો કરવા માટે સક્ષમ છે. 



શું છે આ યુદ્ધ જહાજની વિશેષતા? 

આ યુદ્ધ જહાજ ભારતીય અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમથી પ્રતિબદ્ધ છે. તેની અંદર Shtil-1 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, તોપ, ઇલેક્ટ્રોનિક વૉરફેર ઉપકરણ લગાવવામાં આવ્યા છે. જેથી ડ્રોન અને માનવરહિત વિસ્ફોટક સામે બચાવ કરી શકાય.

ભારતને ધમકી

નોંધનીય છે કે, આ પહેલાં નાટો ચીફે ધમકી આપી હતી કે, જો ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ રાખ્યું તો તેની સામે ટેરિફ લાદવામાં આવશે. વળી, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નજીકને સેનેટરે પણ એક બિલ રજૂ કર્યું હતું, જેમાં ભારત પર પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવી હતી. યુક્રેન યુદ્ધમાં રશિયા ઝૂકી જાય તે માટે નાટો દેશ ભારતને ધમકાવી રહ્યા છે. આ તમામ ધમકીઓ બાદ પણ ભારતે રશિયા સાથે મિત્રતા મજબૂત કરી. હાલમાં જ ભારતે રશિયાને ચોખાનો મોટો જથ્થો મોકલ્યો છે. એટલું જ નહીં, રશિયન પ્રમુખ પુતિન પણ આ વર્ષે ભારત આવવાના છે. માનવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન અનેક મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. જેમાં ફાઇટર જેટ પણ સામેલ છે. 

Tags :