મિસાઇલ હુમલાથી કાટમાળમાં ફેરવાયા બૌદ્ધ મંદિર, થાઈલેન્ડ-કમ્બોડિયા યુદ્ધના ગંભીર પરિણામ
Thailand-Cambodia Border Clash: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (24 જુલાઈ) સરહદી વિવાદે ઉગ્ર રૂપ લઈ લીધું છે અને બંને દેશોના સૈનિકોએ એકબીજા પર ગોળીબાર અને હવાઈ હુમલા કર્યા હતા. થાઈલેન્ડના સરકારી અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, 'આ યુદ્ધમાં થાઇલેન્ડના 14 લોકો મૃત્યુ પામ્યા છે અને આ હુમલાને કારણે 1.25 લાખ લોકો સ્થળાંતર કરાયા છે.'
પેગોડા પર થાઈ વાયુસેનાએ હુમલો કર્યો
અહેવાલો અનુસાર,થાઈલેન્ડ F-16 ફાઇટર વિમાનોથી કંબોડિયાને નિશાન બનાવી રહ્યું છે. F-16 હુમલામાં કંબોડિયાની સેનાના ઠેકાણાઓ નાશ પામ્યા છે. કંબોડિયાના સીમ રીપ રાજ્યમાં એક પેગોડા પર થાઈ વાયુસેનાએ હુમલો કર્યો હતો. જેના કારણે બૌદ્ધ ભિક્ષુઓમાં નાસભાગ મચી હતી. નોંધનીય છે કે, બૌદ્ધિસ્ટના ધાર્મિક સ્થળને પેગોડા કહેવાઈ છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિઝા ફ્રી કરાર, ભારત માટે કેમ ચિંતાનો વિષય?
સાંસ્કૃતિક ધરોહરોને નુકસાન પહોંચ્યું
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વર્ષો જૂના મંદિરો અને બૌદ્ધ વિહારો મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને મુએન થોમ અને પ્રીહ વિહાર મંદિરોની આસપાસના સાંસ્કૃતિક ધરોહરોને નુકસાન પહોંચ્યું છે.
કેમ વકરી સ્થિતિ?
24મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત થયું હતું અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત મહિને બંને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી.