Get The App

ટ્રેડ ડીલમાં ટ્રમ્પના પુત્રનું શું કામ? અમેરિકા અને ઇન્ડોનેશિયાના પ્રમુખની વાત લીક થતાં વિવાદ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રેડ ડીલમાં ટ્રમ્પના પુત્રનું શું કામ? અમેરિકા અને ઇન્ડોનેશિયાના પ્રમુખની વાત લીક થતાં વિવાદ 1 - image

Indonesian President Prabowo Subianto and Donald Trump: ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ ગઈકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરતાં ટ્રમ્પના પુત્ર એરિકને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સુબિયાંતોની આ ઇચ્છા સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, એરિક ટ્રમ્પ સરકારમાં કોઈ અધિકારી કે સત્તા પર નથી, તે માત્ર ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ છે. 

ઈજિપ્તમાં ગાઝા ફોકસ્ડ સમિટ સંબોધિત કર્યા બાદ સુબિયાંતોએ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. જેમાં માઇક્રોફોનમાં સુબિયાંતોની ટ્રમ્પના દીકરાને મળવાની ઇચ્છા રૅકોર્ડ થઈ હતી. તેઓ વીડિયો ફૂટેજમાં ચાલુ લાઇવ માઇક્રોફોનથી અજાણ હતા, તેમનો આ વાર્તાલાપ રૅકોર્ડ થઈ ગયો હતો. 



શું વાર્તાલાપ થયો સુબિયાંતો અને ટ્રમ્પ વચ્ચે

સુબિયાંતોએ ટ્રમ્પ સાથે હાથ મિલાવી કહ્યું કે, પ્રદેશ સુરક્ષાના ધોરણે સુરક્ષિત નથી. શું હું એરિકને મળી શકું? જેનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું કે, હું એરિકને તમારો સંદેશ આપીશ. એરિક વાસ્તવમાં ખૂબ સારો છોકરો છે. તેને હું તમારા વિશે જણાવીશ. બાદમાં પ્રબોવોએ કહ્યું કે, અમે વધુ સારી જગ્યા શોધીશું. ટ્રમ્પે ફરીથી જવાબ આપ્યો કે, હું એરિકને કહીશ કે, તે તમને ફોન કરે. બાદમાં પ્રબોવોએ પૂછ્યું, એરિક કે ડોનાલ્ડ જુનિયર?

સુબિયાંતોની આ ઇચ્છા ટીકાનો ભોગ બની

સુબિયાંતોની આ ઇચ્છા સોશિયલ મીડિયા પર ટીકાઓનો ભોગ બની છે. એરિક ટ્રમ્પ અને તેનો ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર બંને ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશનમાં એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ તરીકે કામ કરે છે. તેઓ ટ્રમ્પનો રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બ્લોકચેઇન આધારિત વેન્ચર્સનું સંચાલન કરે છે. તેઓ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં  ગોલ્ફ ક્લબ ચલાવે છે. તેમજ બાલીમાં પણ રિસોર્ટ અને ગોલ્ફ ક્લબનું સંચાલન કરે છે. ઇન્ડોનેશિયાના પ્રમુખ તરીકે સુબિયાંતો શા માટે ટ્રમ્પના દીકરાને મળવા માગે છે, ટ્રમ્પ પહેલાંથી જ સરકારમાં હોવાનો ફાયદો પોતાને બિઝનેસને કરાવ્યો હોવાની ટીકાઓનો સામનો કરી રહ્યા છે. 

ટ્રેડ ડીલમાં ટ્રમ્પના પુત્રનું શું કામ? અમેરિકા અને ઇન્ડોનેશિયાના પ્રમુખની વાત લીક થતાં વિવાદ 2 - image

Tags :