ઈન્ડોનેશિયાના સંરક્ષણ અધિકારીએ ઓપરેશન સિંદૂર અંગે આપેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયો, ભારતીય દૂતાવાસની સ્પષ્ટતા
Indian Embassy in Indonesia: ઈન્ડોનેશિયા સ્થિત ભારતીય દૂતાવાસે આજે રવિવારે (29 જૂન) ડિફેન્સ એટેચ કેપ્ટન શિવ કુમાર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સ્પષ્ટીકરણ કર્યુ છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે, 'ઈન્ડોનેશિયાના ડિફેન્સ એટેચે એક સેમિનાર દરમિયાન ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધમાં ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરને લઈને ટિપ્પણી કરી હતી. પરંતુ મીડિયા રિપોર્ટમાં તેમણે કરેલી ટિપ્પણીનો ઊંઘો અર્થે કાઢવામાં આવ્યો હતો.'
કેપ્ટન શિવ કુમારે શું કહ્યું?
કેપ્ટન શિવ કુમાર તાજેતરમાં ઈન્ડોનેશિયન યુનિવર્સિટી ખાતે આયોજિત એક સેમિનારમાં હાજરી આપી હતી. ત્યારે સેમિનારમાં સંબોધિત કરતી વખતે કેપ્ટન શિવ કુમારે ભારતના ઓપરેશન સિંદૂરને લઈને વાત કરી હતી. જેમાં ઓપરેશન સિંદૂરના શરૂઆતના તબક્કામાં ભારતીય સેનાની પ્રતિક્રિયા વિશે જણાવ્યું હતું.
આ પણ વાંચો: હિન્દીના વિરોધ સામે ઝૂકી મહારાષ્ટ્રની NDA સરકાર, થ્રી-લેંગ્વેજ પોલિસી પર રોક
જ્યારે કેપ્ટન શિવ કુમારે કરેલી ટિપ્પણીને લઈને ઈન્ડોનેશિયા સ્થિત ભારતીય દૂતાવાસે આજે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરી હતી. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, 'કેપ્ટન શિવ કુમારની ટિપ્પણીનો મીડિયા ખોટો અર્થ કાઢ્યો હતો. જે વાસ્તવિક સત્યથી વિપરિત છે.'
ભારતીય દૂતાવાસે આપી પ્રતિક્રિયા
દૂતાવાસે કહ્યું કે, 'મીડિયા દ્વારા બતાવવામાં આવતા રિપોર્ટને અમે જોયા છે. પરંતુ સેમિનારમાં કેપ્ટન શિવ કુમારે આપેલા નિવેદનનો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. સેમિનારમાં અધિકારીએ કહ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળો નાગરિક રાજકીય નેતૃત્વ હેઠળ કામ કરે છે, જે આપણા ઘણા પડોશી દેશોની કાર્યપદ્ધતિથી એકદમ અલગ છે.'
તેમણે કહ્યું કે, 'અધિકારીએ સેમિનારમાં ભારતના ઓપરેશન સિંદૂરના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું હતું. જેમાં ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના બધી માળખાગત સુવિધાઓ નાશ કરવાનો હતો. આમ ભારતની સૈન્ય કાર્યવાહી ઉશ્કેરણીજનક ન હતી.'